Gujarat

નડિયાદની મહિલાના પાર્થિવદેહને દીકરી અને પતિએ મુખાગ્નિ આપી

By GS TEAM
17 Jun 20251 min read
નડિયાદની મહિલાના પાર્થિવદેહને દીકરી અને પતિએ મુખાગ્નિ આપી

- ખેડા જિલ્લાના બે મહિલાના મૃતદેહ સોંપાયા

- રાજનગરની મહિલાના પણ અગ્નિસંસ્કાર કરાયા : અંતિમયાત્રામાં લોકો ઉમટયા

નડિયાદ : અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલી નડિયાદની મહિલાનો પાર્થિવદેહ પરિવારજનોને સોંપાયો હતો. ત્યારે મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. મહિલાને દીકરી અને પતિએ મુખાગ્નિ આપી હતી.

અમદાવાદ ખાતે પ્લેન ક્રેશની ઘટનામાં ખેડા જિલ્લાના ૧૭ પ્રવાસીના મોત નીપજયા હતા. લંડનથી પોતાની દીકરીના કોલેજમાં એડમિશન માટે આવેલા હીનાબેન પટેલનું નડિયાદમાં ૨૦ દિવસ રોકાયા બાદ પરત જતા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તેમનું મોત નિપજ્યું હતું. તેમના મૃતદેહ સોપવામાં આવતા હીનાબેનનો પાથવદેહ આજે નડિયાદ લાવવામાં આવ્યો હતો. ત્યારે ખેડા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ હાજર રહી હીનાબેન પટેલના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.  નડિયાદ મોટાપોરથી હિનાબેનની અંતિમયાત્રા નીકળી હતી. ત્યારે સમગ્ર વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સગા સંબંધીઓ તેમજ શહેરના નાગરિકો અંતિમયાત્રામાં જોડાયા હતા. હીનાબેન પટેલના પાથવ દેહને સ્મશાનમાં તેમની દિકરી અને પતિએ મુખાગ્નિ આપી હતી. નડિયાદ તાલુકાના નરસન દામા નરસંડાના રાજનગરમાં રહેતા પ્રેક્ષાબેન અજયભાઈ પટેલનું પરિવારજનોને સોંપાયો હતો. રાજનગર ગામમાં પ્રેક્ષાબેન પટેલની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સ્મશાનમાં પ્રેક્ષાબેન પટેલના મૃતદેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.