Get The App

આવતીકાલથી અંબાજીમાં ગબ્બર પર 3 દિવસ દર્શન-રોપ વે સેવા બંધ, જાણો મંદિર ટ્રસ્ટે કેમ લીધો નિર્ણય

Updated: Apr 14th, 2025

GS TEAM


Google News
Google News
આવતીકાલથી અંબાજીમાં ગબ્બર પર 3 દિવસ દર્શન-રોપ વે સેવા બંધ, જાણો મંદિર ટ્રસ્ટે કેમ લીધો નિર્ણય 1 - image


Ambaji News : ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પર આવતીકાલ મંગળવાર(15 એપ્રિલ, 2025)થી 3 દિવસ ગબ્બર દર્શન અને રોપ વે સેવા બંધ કરવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. થોડા દિવસ પહેલા મહેસાણા અને અમદાવાદના શ્રદ્ધાળુઓ દર્શાનાર્થે આવ્યા ત્યારે ગબ્બર પર અચાનક ભમરા ઉડ્યા હતા અને 25 લોકોને ડંખ માર્યા હતા. આ બનાવ બાદ યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા 15થી 17 એપ્રિલ સુધી ગબ્બર દર્શન અને રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ દિવસોમાં મધપૂડા ઉડાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. 

આવતીકાલથી ત્રણ દિવસ ગબ્બર દર્શન અને રોપ વે બંધ રહેશે

મળતી માહિતી મુજબ, અંબાજીમાં થોડા દિવસ પહેલા ગબ્બર દર્શન વખતે શ્રદ્ધાળુઓને ભમરા કરડ્યા હોવાની ઘટના સામે આવી હતી. જ્યારે યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ દિવસ ગબ્બર દર્શન 51 શક્તિપીઠ પરિક્રમા અને રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગબ્બર માર્ગ અને પરિક્રમા માર્ગ પરની વિવિધ જગ્યાએ લાગેલા  મધપૂડા ઉડાડવાની કામગીરી ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવશે. 

આ પણ વાંચો: ગુજરાત બોર્ડ ધો.10-12નું પરિણામ વહેલું જાહેર કરે તેવી શક્યતા, સરકારે આપ્યા સંકેત

અંબાજી ટ્રસ્ટ દ્વારા 15થી 17 એપ્રિલ સુધી ગબ્બર દર્શન અને રોપ વે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, ત્યારે મધપૂડા ઉડાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ આગામી 18 એપ્રિલથી ગબ્બર દર્શન રાબેતા મુજબ શરુ થશે. 

Tags :