Get The App

દમણના ટેક્સી સ્ટેન્ડ નજીક બિલ્ડિંગમાં દીપડો ઘુસી જતા દોડધામ : વન વિભાગે બિલ્ડિંગના ત્રીજા માળેથી દીપડાને પકડવા રેસ્ક્યુ ઓપરેશન કર્યુ

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
દમણના ટેક્સી સ્ટેન્ડ નજીક બિલ્ડિંગમાં દીપડો ઘુસી જતા દોડધામ : વન વિભાગે બિલ્ડિંગના ત્રીજા માળેથી દીપડાને પકડવા રેસ્ક્યુ ઓપરેશન કર્યુ 1 - image

Leopard in Daman : પર્યટક સ્થળ તરીકે ખ્યાતિ પામેલા દમણના સાંધીયા શેરીમાં ગત રવિવારે મધરાતે દીપડો દેખાયા બાદ ટેક્સી સ્ટેન્ડ નજીક આવેલી બિલ્ડિંગના ત્રીજા માળે દીપડો પહોંચી ગયો હતો. દીપડો બિલ્ડિંગ સુધી પહોંચી ગયાની વાત વાયુવેગે ફેલાઇ જતા લોકોમાં ભારે ફફડાટ મચી ગયો હતો. ઘટનાને પગલે વન વિભાગના અધિકારી સહિત ટીમ પહોંચી દીપડાને પકડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું.

 દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં માનવ વસ્તીવાળા વિસ્તારોમાં દીપડાની લટાર અને હુમલાની ઘટનાઓ વચ્ચે પર્યટન સ્થળ દમણમાં એક કદાવાર દીપડો નજરે પડયો છે. દમણમાં દેવકા રોડ પરની સંધીયા શેરીમાં ગઇકાલે રવિવારે રાત્રે યુવાને દીપડાને રહેણાંક વિસ્તારમાં જોયા બાદ મિત્રોને જાણ કરતા મજાકમાં લીધા બાદ સીસીટીવી કેમેરામાં દીપડો લટાર મારતા દેખાતા ફફડાટ મચી ગયો હતો. સલામતી અને સુરક્ષાને લઇ વન વિભાગ દોડતું થયા બાદ પાંજરૂ અને સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. પ્રસાશન પણ સફાળા જાગી દમણ વિસ્તારમાં દીપડો ફરતો હોવાથી લોકોને સર્તક અને જાગૃત રહેવા તાકિદ કરી હતી.

દમણના ટેક્સી સ્ટેન્ડ નજીક બિલ્ડિંગમાં દીપડો ઘુસી જતા દોડધામ : વન વિભાગે બિલ્ડિંગના ત્રીજા માળેથી દીપડાને પકડવા રેસ્ક્યુ ઓપરેશન કર્યુ 2 - image

 સાંધીયા શેરીમાં લટાર મારતો દીપડો દમણના ટેક્સી સ્ટેન્ડ નજીક આવેલી બિલ્ડિંગના ત્રીજા માળે પહોંચી ગયો હતો. બિલ્ડિંગમાં ઘુસેલા દીપડાનો ત્રાગવાનો અવાજ સાંભળતા જ રહીશોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. એટલું જ નહી વાત વાયુવેગે ફેલાઇ જતા લોકોના ટોળા દોડી ગયા હતા. ઘટનાની જાણ થતા પ્રસાશનિક અધિકારી, વન વિભાગના અધિકારી અને ટીમ સાથે ફાયર વિભાગના લાશ્કરો દોડી ગયા હતા. બાદમાં વન વિભાગના કર્મચારી અને લાશ્કરોએ દીપડાને પકડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું. ઘટનાને પગલે લોકોના જીવ પણ તાળવે ચોટી ગયા હતા.