વડોદરા જિલ્લામાં નર્મદા,મહી અને ઢાઢરના પૂરથી ખેતીને ફટકોઃડભોઇના વધુ બે ગામ સંપર્ક વિહોણા
વડોદરાઃ ડભોઇ તાલુકામાં ઓરસંગ અને હિરણ નદીમાં પૂર આવતાં કિનારાના ગામોને અસર થઇ છે.આ પૈકી અસગોલ અને અરણિયા ગામ સંપર્ક વિહોણા થયા છે.જ્યારે આસપાસના બીજા પાંચ
ગામોમાં પણ પાણી ફરી વળતાં તેનો પણ સંપર્ક કપાય તેવી શક્યતા છે.
વડોદરા જિલ્લા પંચાયતનો ફ્લડ કંટ્રોલ રૃમ શોભાના ગાંઠિયારૃપ
વડોદરા જિલ્લા પંચાયત દ્વારા પંચાયત ભવન ખાતે ફ્લડ કંટ્રોલ રૃમ કાર્યરત કરવામાં આવ્યો છે.જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ તેમજ ગાંધીનગર,જિલ્લા અને તાલુકાના અધિકારીઓ,તલાટીઓ,સરપંચો સાથે સંકલન થઇ શકે તેમ હોયછે.પરંતુ આ ફ્લડ કંટ્રોલરૃમ માત્ર કાગળ પર જ હોય તેમ લાગે છે.કારણ કે તેનો કોઇ જ ઉપયોગ થતો નથી કે ભાગ્યે જ કોઇ મેસેજ આવતા હોય છે.વડોદરા જિલ્લામાં અનેક ગામોમાં પાણી ભરાયા છે ત્યારે ફ્લડ કંટ્રોલ રૃમ પાસે કોઇ જ માહિતી નહતી.૨ કોલમ.. બોક્સ...
નર્મદા,મહી,ઢાઢરના પૂરને કારણે ખેતરો જળબંબાકાર,ખેતીને ફટકો
વડોદરા અને તેની આસપાસના જિલ્લાઓમાં નર્મદા,મહીસાગર અને ઢાઢર જેવી નદીઓમાં પૂર આવતાં આસપાસના સંખ્યાબંધ ખેતરો જળબંબાકાર થઇ ગયા છે અને ખેતીને મોટો ફટકો પડયો છે.હજી
પણ પાણી વધી રહ્યું હોવાથી ફાર્મ હાઉસો તેમજ રહેણાંક વિસ્તારોને પણ અસર થવાની શક્યતા છે.