Gujarat
ટેન્કર રેલવે ફાટક સાથે અથડાતા નુકસાન : બંને સાઇડ ટ્રાફિકજામ
By GS TEAM
29 Jun 20251 min read

- વઢવાણ ગણપતિ ફાટસર પાસે
- ટેન્કરની અડફેટે ફાટકનો એક સાઇડનો પુલ વળી ગયો : એકાદ કલાક બાદ ટ્રાફિકજામ હળવો થયા
સુરેન્દ્રનગર : વઢવાણ ગણપતિ ફાટસર પાસે આવેલા રેલવે ફાટક પર અવાર-નવાર ટ્રાફિકજામ તેમજ અકસ્માતોના બનાવોથી વાહનચાલકો અને રહિશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ત્યારે રેલ્વે ફાટક સાથે ટેન્કર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને ફાટક પણ તુટી જતા નુકસાન પહોંચ્યું હતું.
વઢવાણ ગણપતિ ફાટસર પાસે આવેલ રેલ્વે ફાટક અવાર-નવાર ટ્રેન તેમજ માલગાડીઓ પસાર થતી વખતે બંધ થાય છે જેના કારણે વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે અને વાહન ચાલકોને ટ્રાફિકમાં ફસાઈ રહેવાનો વારો આવે છે ત્યારે તાજેતરમાં એક ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા આઇશર રેલવે ફાટક સાથે ઘડાકાભેર અથડાતા ફાટકનો એક તરફનો પોલ તુટીને વળી જતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને નાના-મોટા અનેક વાહનો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહેતા હલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
જે અંગેની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ ટ્રાફિકને હળવો કર્યો હતો.








