Gujarat

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં દલિત યુવાન પર બેલ્ટ વડે હુમલો કરી હડધૂત કરાયો : અન્ય 4 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ

By GS TEAM
27 Nov 20251 min read
TukuTouch Logo
જામનગરની ડી.કે.વી. કોલેજમાં અભ્યાસ કરતા એક દલિત કોલેજીયન યુવાને પોતાના ઉપર બેલ્ટ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમજ સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે ચાર અન્ય વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં દલિત યુવાન પર બેલ્ટ વડે હુમલો કરી હડધૂત કરાયો : અન્ય 4 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ

Jamnagar Crime : જામનગરની ડી.કે.વી. કોલેજમાં અભ્યાસ કરતા એક દલિત કોલેજીયન યુવાને પોતાના ઉપર બેલ્ટ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમજ સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે ચાર અન્ય વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ઉદય નિલેશભાઈ ગંગેરા કે જે જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહે છે, અને ડીકેવી કોલેજમાં બી.એનો અભ્યાસ કરે છે. જે પોતાના ઘર પાસે જઈ રહ્યો હતો, જે દરમિયાન કોલેજમાં થયેલી તકરારનું જૂનું મન દુઃખ રાખીને મનદીપ સિંહ ગોહિલ, સુજાદ ખફી, રોનક ખફી, અને અદનાન સુમરાએ બેલ્ટ વડે માર મારી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચારે આરોપીઓ સામે એસ્ટ્રોસિટી સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.