Get The App

લાલપુર તાલુકાના પીપળી ગામમાં દલિત પિતા પુત્ર પર હુમલો કરી હડધૂત કરાયા: ભરવાડ પિતા પુત્ર સામે ફરિયાદ

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
લાલપુર તાલુકાના પીપળી ગામમાં દલિત પિતા પુત્ર પર હુમલો કરી હડધૂત કરાયા: ભરવાડ પિતા પુત્ર સામે ફરિયાદ 1 - image

લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા ચનાભાઇ પરબતભાઈ મકવાણા નામના 64 વર્ષના બુઝુર્ગે ઉપર તેમજ પોતાના પુત્ર ધીરજ ઉપર લાકડાના ધોકા અને પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમ જ સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે ભરવાડ પિતા પુત્ર પ્રફુલ પુંજાભાઈ ભરવાડ અને પુંજાભાઈ પરબતભાઈ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી અને આરોપીઓ ગામના પાદરમાં ઊભા હતા, જે દરમિયાન આરોપીઓએ આવીને કહ્યું હતું, કે તમે દલિત જ્ઞાતિના છો અહીં શું કામ ઉભા છો તેમ કહી હડધૂત કર્યા હતા, અને માર માર્યો હતો. તેથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે. પોલીસે એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.