Gujarat

ફાગણી પૂનમ મેળો: ડાકોર જતા માર્ગો પર 25 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ભારે વાહનો માટે 'નો-એન્ટ્રી'

By GS TEAM
24 Feb 20262 mins read
TukuTouch Logo
ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનું વિશેષ મહત્વ છે. ત્યારે ડાકોર તરફ જતા મુખ્ય માર્ગો પર ભારે વાહનો માટે નો-એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. પ્રસિદ્ધ ફાગણી પૂનમના મેળાને ધ્યાને રાખી પદયાત્રીઓની સુવિધા અને સુરક્ષાના હેતુસર ભારે વાહનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. 25 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ડાકોર જતા માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફાગણી પૂનમ મેળો: ડાકોર જતા માર્ગો પર 25 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ભારે વાહનો માટે 'નો-એન્ટ્રી'
ફાઈલ તસવીર

Dakor News: ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનું વિશેષ મહત્વ છે. ત્યારે ડાકોર તરફ જતા મુખ્ય માર્ગો પર ભારે વાહનો માટે નો-એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. પ્રસિદ્ધ ફાગણી પૂનમના મેળાને ધ્યાને રાખી પદયાત્રીઓની સુવિધા અને સુરક્ષાના હેતુસર ભારે વાહનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. 25 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ડાકોર જતા માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

અમદાવાદથી ડાકોર: હાથીજણ, મહેમદાવાદ, મહુધા થઈને આવતા ભારે વાહનો પર પ્રતિબંધ

નડિયાદથી ડાકોર: નડિયાદ ચોકડીથી મહુધા તરફ જતા વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા

આણંદ-ગોધરા હાઈવે: સેવાલિયા અને પાલી બાજુથી આવતા ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા તાકીદ

કપડવંજ-કઠલાલ: આ વિસ્તારોમાંથી ડાકોર તરફ આવતા ભારે વાહનોને અન્ય માર્ગે વાળવામાં આવશે.

-મેળા દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે ખાનગી લક્ઝરી બસો અને માલવાહક વાહનોના ચાલકોએ પણ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે.

ટ્રાફિકની સમસ્યા હળવી કરવા નિર્ણય

આ ઉપરાંત ડાકોર મંદિર કમિટીએ એ પણ નિર્ણય લીધો છે કે  ડાકોર તરફ આવતા તમામ પદયાત્રી માર્ગો પર કોઈ વ્યક્તિ કે સંસ્થા DJ કે લાઉડ સ્પીકર વગાડી શકશે નહીં. કારણે કે ઘોંઘાટના કારણે વૃદ્ધો અને અશક્ત પદયાત્રીઓ તકલીફ પડે છે તેમજ મુખ્ય હેતુ રોડ પર થતી ભીડને નિયંત્રણમાં લાવવાનો અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો છે.

650 વધારાની બસો મુકાશે

એસટી વિભાગ બાદ શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે અને સરળતાથી સફર કરી શકાય તે માટે 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી 650 વધારાની બસો ફાળવવામાં આવી છે, ઠાકોરજીના લાઈવ દર્શન માટે મોટી મોટી સ્ક્રીન પણ ગોઠવવાનું આયોજન છે. 

આ પણ વાંચો: VIDEO: પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા પહોંચી પૂનમ પાંડે, વૃંદાવનમાં બાંકે બિહારીના કર્યા દર્શન

28 ફેબ્રુઆરી અને 01 માર્ચ એમ બે દિવસ ડાકોર ફાગણોત્સવ 2026નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે દરમિયાન વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ગુજરાતના લોકગાયિકા ગીતાબેન રબારી ( તા.28 ફેબ્રુઆરી ) તેમજ લોક સાહિત્યકાર રાજભા ગઢવી (તા.01 માર્ચ)ના રોજ ડાયરાની રમઝટ બોલાવશે.