કપડવંજના બામણિયા લાટથી બાલાસિનોરના રસ્તાના કામથી રોજ ટ્રાફિકજામ
- રોડ દિવાળી પછી બનશે તેવા તંત્રના દાવાથી રોજ હાડમારી
- 18 કરોડના ખર્ચે અગિયાર મહિના માટે ટેન્ડરથી એચ.બી. શાહ એજન્સીને કામ સોંપાયું
કપડવંજ તાલુકાના બામણીયા લાટ બાલાસિનોર તરફના છેલ્લા બે મહિનાથી હાઈવે રોડનું મંથરગતિએ કામગીરી ચાલતી હોવાથી રોડ પરના રામપુરા, ચીખલોડ, રમોસડી ,વડોલ, માલ ઈટાડી પગી તેમજ બા, ભાગ અડધો ડઝન ગામના ગ્રામજનો તેમજ કાપડીવાવ , અમુલ દાણ ફેક્ટરીના અસંખ્ય કર્મચારીઓ તેમજ વાહન ચાલકો બે મહિનાથી હેરાન થઈ ગયા છે. એક તરફનો રસ્તો અંદાજે અઢી ફૂટ જેટલો રોડ ઉંડો ખોદી નાંખેલો છે. જ્યારે બીજી તરફ ખરબચડો સાંકડા રોડ પર ભયજનક પરિસ્થિતિમાં વાહન ચાલકોને પસાર થવું પડે છે. જેના કારણે સામસામે વાહનો આવતા મોટા પ્રમાણમાં ટ્રાફિકજામ થઈ જાય છે. ત્યારે ચાલુ કામ દરમિયાન હીટાચી મશીન કાદવ કીચડમાં ફરતું ન હોવાથી સફેદ પાવડર દ્વારા ચલાવવું પડે તેવી પરિસ્થિતિ તેમજ પી ડબ્લ્યૂ ડીના સ્ટાફની કાર પણ કિચડમાં ફસાઈ ગઈ હતી. ત્યારે આવી પરિસ્થિતિમાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. વહેલી તકે આ રોડનું કામ પુરૂ કરાય તેવી માંગ ઉઠી છે. આ બાબતે પી ડબ્લ્યૂ ડી વિભાગના અધિકારી સુનીલ કીશોરીએ જણાવ્યું છે કે, અંદાજે ૧૮ કરોડનું અગીયાર મહિના માટે ટેન્ડરથી એચ.બી. શાહ નામની એજન્સીને અપાયું છે.રોડ દીવાળી પછી બનશે તેમ જણાવ્યું હતું.