Gujarat

મંત્રીના બે પુત્રોને સંડોવતા દાહોદના રૃા.૭૧ કરોડના મનરેગા કૌભાંડમાં હમીદઅલીની ધરપકડ

By GS TEAM
18 Jun 20251 min read
મંત્રીના બે  પુત્રોને સંડોવતા  દાહોદના રૃા.૭૧ કરોડના મનરેગા કૌભાંડમાં હમીદઅલીની ધરપકડ

દાહોદ તા.૧૭ દાહોદના બહુચચત રૃા.૭૧ કરોડના મનરેગા કૌભાંડમાં પોલીસે ડીઆરડીએ કચેરીના કરાર આધારિત વધુ એક કર્મચારીની ધરપકડ કરી  ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પકડાયેલા કર્મચારીનો ડીઆરડીએ કચેરીમાં વર્ક મેનેજર તરીકે પોર્ટફોલિયો હોવા છતા તે લાયકાત વગર ઇન્ચાર્જ ડેપ્યુટી ડીપીસી તરીકે કચેરીમાં કામ કરતો હતો. 

દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ વચ્ચે દેવગઢ બારીયાના કુવા રેઢાણા તેમજ ધાનપુરના સીમામોઈ ગામોમાં કાગળ ઉપર મનરેગાના કામો પૂર્ણ બતાવી રૃા.૭૧ કરોડની ચૂકવણી એજન્સીઓને કરી સરકાર સાથે છેતરપિંડી કરતા પોલીસે ગુનો દાખલ કરી  કર્મચારી તેમજ બંને મંત્રી પુત્ર સહિત ચાર પ્રોપરાઇટરો કુલ ૧૧ની ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં દસ્તાવેજી પુરાવાઓના આધારે તપાસના અંતે દાહોદમાં ગ્રામ વિકાસ એજન્સી ડીઆરડીએ કચેરીના તત્કાલીન ડેપ્યુટી ડીપીસી એટલે કે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર  એસબીએમ શાખામાં ફરજ બજાવતા હમીદઅલી આલમની ધરપકડ કરી હતી.

મનરેગા કૌભાંડમાં પકડાયેલો હમીદઅલી આલમ ૧૧ મહિનાના કરાર આધારિત વર્ક મેનેજર તરીકે પોસ્ટેડ હતો.પરંતુ ડીઆરડીએ કચેરી દ્વારા તેની લાયકાતથી ઉપર આશ્ચર્યજનક રીતે ડેપ્યૂટી ડીપીસી તરીકે વિભાગ આપી દેવાયો હતો. થોડા સમય અગાઉ હમીદઅલીનો જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિરોધ થતાં ડીઆરડીએ કચેરી દ્વારા તેને ડીપીસીમાંથી હટાવી મૂળ જગ્યા વર્ક મેનેજર તરીકે પરત મોકલી દીધો હતો.