Gujarat

દાહોદની ગર્લ્સ સ્કૂલમાં 60 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, તપાસનો ધમધમાટ શરૂ

By GS TEAM
3 Jul 20251 min read
TukuTouch Logo
દાહોદ જિલ્લાના મંડોર લુખડિયામાં આવેલી સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં સાંજના ભોજન બાદ 60 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સની મારફતે લીમખેડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ મામલે ફૂડ વિભાગ અને જિલ્લા તંત્રએ ભોજનના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દાહોદની ગર્લ્સ સ્કૂલમાં 60 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, તપાસનો ધમધમાટ શરૂ

Dahod News: દાહોદ જિલ્લાના મંડોર લુખડિયામાં આવેલી સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં સાંજના ભોજન બાદ 60 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સની મારફતે લીમખેડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ મામલે ફૂડ વિભાગ અને જિલ્લા તંત્રએ ભોજનના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે.

સાંજના ભોજન બાદ વિધાર્થિનીઓને ઊલટી થવા લાગી

મળતી માહિતી અનુસાર, લુખડિયાની ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં સાંજના ભોજન બાદ 12 જેટલી વિદ્યાર્થિનીઓને પેટમાં દુ:ખાવો, ઊલટી અને ગભરામણ થવા લાગી હતી. તેમને સારવાર માટે લીમખેડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં મોડી રાત્રે વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 

આ પણ વાંચો: અમદાવાદમાં AMTS એ અડફેટે લેતા વૃદ્ધાનું મોતઃ ડ્રાઇવરે ખુદ પોલીસને ફોન કરી આપી માહિતી

તમામ વિદ્યાર્થિનીઓની હાલત સ્થિર

ફૂડ પોઈઝનિંગની ઘટનાની જાણ થતા મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી. હોસ્પિટલના તબીબોએ જણાવ્યું કે, 'સમયસર સારવાર મળવાથી કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ નથી. પરંતુ શાળામાં આપવામાં આવેલા ભોજનના કારણે ફૂડ પોઇઝનિંગ થવું એ ચિંતાની વાત છે.' હાલ ફૂડ વિભાગે વિદ્યાર્થિનીઓને પીરસવામાં આવેલા ભોજનના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યો છે.