Get The App

દહેજ પોલીસે મકાનો ભાડે આપી નોંધણી ન કરાવનાર 8 માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
દહેજ પોલીસે મકાનો ભાડે આપી નોંધણી ન કરાવનાર 8 માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો 1 - image


Bharuch Police : દહેજ પોલીસે હદ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી મકાન ભાડુઆત અંગે નોંધણી ન કરાવનાર 8 માલિકો સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 દહેજ પોલીસ હદ વિસ્તારમાં દુકાન-મકાન બારોબાર ભાડે આપી પોલીસ મથકે નોંધણી ન કરાવનાર માલિકો સામે ઝુંબેશ સ્વરૂપે કાર્યવાહી કરી રહી છે. ત્યારે વીતેલા 24 કલાક દરમ્યાન મકાનો ભાડે આપી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી ન કરાવનાર આઠ માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી. જેમાં રામલાલ માનારામ ચૌધરી (રહે-દહેજ ચોકડી, વાગરા), શિવપૂજન શ્યામનારાયણ સિંગ (રહે-જોલવા ગામ ,વાગરા), પારસસિંગ (રહે-જોલવા ગામ,વાગરા), વર્ષાસિંહ શિવકુમારસિંહ (રહે-જોલવા ગામ ,વાગરા), પાર્વતીબેન સંતોષભાઈ કાવ્હાણે (રહે-જોલવા ગામ ,વાગરા), ભનુભાઈ સનુભાઈ રાખોલીયા (રહે-વ્રજ વિલા રેસીડેન્સી, સુરત ગામ), ગૌતમ કુમાર રાજકુમાર મંડાલ (રહે-ન્યુ રોયલ સોસાયટી, વડાદલા ગામ, વાગરા) અને દેવેન્દ્રસિંહ સુરેશસિંગ સિંગર (રહે-શિવમ સોસાયટી, ગલેંડા ગામ ,વાગરા) નો સમાવેશ થાય છે.

Tags :