સુરતમાં વરસાદી માહોલમાં સાયક્લોથોનનું આયોજન: મોટી સંખ્યામાં સાયકલિસ્ટ જોડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં આજે વરસાદી વાતાવરણ વચ્ચે સુરતીઓમાં સ્વસ્થ જીવન જીવવા શહેરીજનોમાં જાગૃતતા આવે તે માટે સન્ડે ઓન સાયકલ અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડ, વાય જંકશન અને ત્યાંથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી સાયક્લોથોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયક્લોથોન પુરી થયા બાદ સ્વસ્થ જીવન જીવવા માટે સાયક્લોથોન-રપમાં સહભાગી થયેલ તમામ સાયકલીસ્ટ અને હાજર મહાનુભવોએ શપથ ગ્રહણ કર્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ-2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. સાથે સાથે ભારતના રમતગમતના દિગ્ગજ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રમતગમત દિવસ અંતર્ગત સુરત સહિત સમગ્ર દેશમાં લોકો ફીટ, તંદુરસ્ત રહે અને રમત-ગમત ક્ષેત્રે પ્રગતિ કરે તે માટે આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરુપે હર ગલી, હર મૈદાન, ખેલે સારા હિન્દુસ્તાન અને ખેલે ભી અને ખીલે ભી થીમ અપનાવી રમગ -ગમતને પ્રોત્સાહન આપવામાં આવ્યો છે.
સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા - મુકત ગુજરાત થીમ આધારિત સુરત મહાનગરપાલિકા, સુરત શહેર પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર, સુરત દ્વારા સ્વસ્થ જીવન જીવવા શહેરીજનોમાં જાગૃતતા લાવવા માટે સન્ડે ઓન સાયકલ અંતર્ગત આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ થી વાય જંકશન થઈ પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી યોજાયેલ સાયક્લોથોન-25માં સાયકલીસ્ટ જોડાયા હતા. આ સાથે સુરતીઓ સ્વસ્થ જીવન જીવવા માટે સાયક્લોથોન-25માં સહભાગી થયેલ તમામ સાયકલીસ્ટ અને હાજર મહાનુભવોએ શપથ ગ્રહણ કર્યા હતા. અને ત્યાર બાદ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ફ્લેગ કરી સાયક્લોથોનનો આરંભ કરાવ્યો હતો.









