વડોદરામાં વાવાઝોડા ઈફેક્ટ : પ્રતાપ નગરમાં પાંચ વીજ થાંભલા પડ્યા, ઉદ્યોગો બંધ રહેશે
image : Filephoto
Vadodara : વડોદરા શહેરના વાતાવરણમાં ગઈકાલે થયેલા એકાએક પલટા બાદ સમી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે મોડી સાંજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના અનેક નીચાણ વાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા હતા.
શહેરના વાડી વિસ્તારમાં પ્રતાપ નગર રોડ પર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભારે વરસાદના કારણે પાંચ જેટલાના થાંભલા તૂટી ગયા હતા. કે સદભાગ્યે વીજ પ્રવાહ ખોરવાયેલો હોવાથી અને નોકરીયાત કર્મીઓ પોતાની નોકરીએ અને વેપારીઓ પોતાના કામ ધંધેથી નીકળી ગયા હોવાથી કોઈ જાનહાની થઈ નથી. ઇન્ડસ્ટ્રીયલ એરિયાના રોડ રસ્તા પર આ તમામ વીજ થાંભલા પડી ગયા હોવાથી એસ્ટેટ એરિયાનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જોકે વીજ થાંભલા પડવાના કારણે અને વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે આજે ઇન્ડસ્ટ્રીયલ એરીયાના તમામ ઉદ્યોગોને બંધ રાખવાની નોબત આવી છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો વીજ પુરવઠો તાત્કાલિક ધોરણે શરૂ કરાય તેવી માંગ છે.