Get The App

Cyclone Biparjoy : દ્વારકાધીશે એક વાવાઝોડાનું સંકટ ટાળ્યું, હવે બીજું પણ ટાળશે? મંદિર પર એકસાથે બે ધ્વજા ચઢાવાઈ

ગુજરાત પર બિપરજોય વાવાઝોડું સંકટ ટાળવા દ્વારકાધીશ મંદિરે એક સાથે ચઢાવાઈ 2 ધજા

અગાઉ તાઉતે વાવાઝોડા વખતે પણ દ્વારકાધીશ મંદિરે 2 ધજા ચઢાવાતા સંકટ ઓછું થયું હતું

Updated: Jun 12th, 2023

GS TEAM


Google News
Google News
Cyclone Biparjoy : દ્વારકાધીશે એક વાવાઝોડાનું સંકટ ટાળ્યું, હવે બીજું પણ ટાળશે? મંદિર પર એકસાથે બે ધ્વજા ચઢાવાઈ 1 - image

અમદાવાદ, તા.12 જૂન-2023, સોમવાર

ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યું છે. રાજ્યના તમામ દરિયાકાંઠાઓના વિસ્તારો હાઈએલર્ટ પર મુકાયા છે, તો વાવાઝોડાના રૌદ્ર રુપને જોતા ગુજરાતના અનેક બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે, ત્યારે વાવાઝોડા પહેલા દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશના જગત મંદિર પર ફરી એકવાર બે ધજા ફરકાવાઈ છે. 

તાઉતે વાવાઝોડા વખતે પણ 2 ધજા ફરકાવાઈ હતી

આજે સવારે દ્વારકા ઝડપી પવન ફુંકાયો હતો, જેના કારણે દ્વારકા મંદિરે 2 ધજા ફરકાવવાનું ટાળવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિર પર ફરી 2 ધજા ફરકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં સફળતા મળી છે. અગાઉ રાજ્ય પર તાઉતે વાવાઝોડાનો ખતોર મંડરાયો હતો, તે વખતે પણ આવી જ રીતે મંદિર પર બે ધજા ફરકાવાઈ હતી. અગાઉ રાજ્ય પર તાઉતે વાવાઝોડાની ખતરાની ઘંટી વાગ્યા બાદ દ્વારકાધીશના મંદિરે 2 ધજા ફરકાયા બાદ તાઉતે વાવાઝોડનું સંકટ ઘટ્યું હતું. આમ ફરી એકવાર દ્વારકાધીશમાં આસ્થા રાખીને એક સાથે 2 ધજા ફરકાવવાનો નિર્ણય લેવાયો છે.

વાવાઝોડાના સંકટને પગલે દરિકાંઠાઓ પર એલર્ટ

ઉલ્લેખનિય છે કે, રાજ્ય પર બિપરજોય વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યું છે, જેના કારણે દરિયાકાંઠા જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ સહિત વિવિધ જિલ્લાના વહિવટીતંત્રો દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત રાજ્યના દરિયા કિનારા પર બિપરજોય વાવાઝોડું વધુ ગંભીર બનવાની આશંકા વ્યક્ત કરાયા બાદ 9 અને 10 નંબરના સિગ્નલ લગાવાયા છે. ઓખા, કંડલા, માંડવી અને નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

Tags :