મકાખાડ ફાટક પાસે ટ્રકની ટક્કરે સાયકલ સવારનું મોત
મકાખાડ ફાટક પાસેથી અંબોડ ત્રણ રસ્તા તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડયો
માણસા તાલુકાના ગલથરા ગામે રહેતા અને ખેત મજૂરી કરી
પરિવારનું ગુજરાન ચલાવતા ઠાકોર બાબુજી સાંજના સમયે સાયકલ લઇ મકાખાડ ફાટક પાસેથી
અંબોડ ત્રણ રસ્તા તરફ જઈ રહ્યા હતા તે વખતે એક ટ્રકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે
અને ગફલતભરી રીતે ચલાવી આ સાયકલ સવાર વૃદ્ધને ટક્કર મારતા તેઓ નીચે પટકાયા હતા અને
તેમને કમર અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ તેમને ૧૦૮
મારફતે પ્રથમ ગાંધીનગર સિવિલમાં સારવાર માટે ખસેડયા હતા ત્યાં તેમની તબિયત ગંભીર
જણાતા વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું કરુણ
મોત નીપજ્યું હતું જે બાબતે મૃતકના પુત્ર રામદેવજીએ અકસ્માત સર્જી મોત નીપજાવી
ભાગી છૂટનાર ટ્રક ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી
કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.