Gujarat
ટેમ્પાના પાછળના ટાયર નીચે ચગદાઇ જતા સાયકલ સવારનું મોત
By GS TEAM
19 Jun 20251 min read

વડોદરા,મકરપુરા પોલીસ સ્ટેશનની સામે જ આયશર ટેમ્પોના પાછળના ટાયર નીચે ચગદાઇ જતા સાયકલ સવારનું કમકમાટીભર્યુ મોત થયું હતું.
મકરપુરા પોલીસ સ્ટેશનની સામે જીજી માતા મંદિર નજીક રહેતા રમેશભાઇ લાલાભાઇ રાઠોડ (ઉં.વ.૪૨) છૂટક મજૂરી કરતા હતા. તેઓ ઘરેથી સાયકલ લઇને મકરપુરા ગામ જવા નીકળ્યા હતા. ઘરથી થોડે દૂર જ આયશર ટેમ્પો સાથે અથડાતા રોડ પર ફંગોળાયા હતા. ટેમ્પાના પાછળના ટાયર તેમના પર ફરી વળતા પેટથી જમણા પગના ઘુંટણ સુધીની ચામડી નીકળી ગઇ હતી. તેમજ ગુપ્ત ભાગમાં પણ ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. અકસ્માત પછી ટેમ્પો ડ્રાઇવર જાતે જ પોલીસ સ્ટેશન હાજર થઇ ગયો હતો. આયશર ટેમ્પો કરજણથી સામાન ભરીને વાસણા ભાયલી રોડ તરફ જતો હતો.








