Get The App

શેર બજારમાં નફાની લાલચમાં સિનિયર સિટીઝને રૂ.૧.૦૪ કરોડ ગુમાવ્યા

વિશ્વાસમાં લેવા માટે નફો આપવાની સાથે નાણાં રીફંડ પણ કર્યા

એક કરોડના રોકાણની સામે ૨.૭૩ કરોડનો નફો દર્શાવાયો હતોઃ માત્ર ૨૦ દિવસમાં જ નાણાંનું રોકાણ કરાવીને આબાદ છેતરપિંડી આચરવામાં આવી

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
શેર બજારમાં નફાની લાલચમાં સિનિયર સિટીઝને રૂ.૧.૦૪ કરોડ ગુમાવ્યા 1 - image

અમદાવાદ,બુધવાર

શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન અને ફેક્ટરીના માલિકને શેરબજારમાં રોકાણ કરવાની સામે તગડા નફાની લાલચ આપીને  માત્ર ૨૦ દિવસમાં ૧.૫૧ કરોડનું રોકાણ કરાવીને તેમાંથી ૧.૦૪ કરોડ પરત નહી કરીને સાયબર ક્રાઇમ આચરતી ગેંગ દ્વારા આબાદ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે નોંધવામાં આવી છે.  ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા હવે નવી મોડ્સ ઓપરેન્ડી શરૂ કરી છે. જેમાં ગઠીયાઓેએ ફ્રી ટ્રેડીંગ માટે ટ્રાયલ આપવાની સાથે નુકશાનની રકમ રીફંડ આપવાનું શરૂ કર્યું છે. જેથી કોઇ વ્યક્તિને આસાનીથી ટારગેટ કરી શકાય. આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

શહેરના બોડકદેવ જજીસ બંગ્લોઝ રોડ પર આવેલા પટેલ પાર્કમાં રહેતા ૭૦  વર્ષીય મુરલીભાઇ મુલચંદાની બાવળામાં એક ફેક્ટરી ચલાવીને વ્યવસાય કરે છે. ગત જાન્યુઆરી ૨૦૨૫માં એક અજાણ્યા મોબાઇલ નંબરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં બેંગકોકમાં યોજાનારા એક  એક્ઝીબીશન અંગેની માહિતી આપવાની સાથે તેમને આમંત્રણ અપાયું હતું.  તેમને મેસજ કરનારે થોડા દિવસ બાદ તેમને વધારાની આવક મેળવવા માટે ટ્રેડીગ કરવા માટે ઓફર કરી હતી. આ માટે તેણે પોતાનું ઇમેઇલ આઇડી અને પાસવર્ડ આપીને ઓનલાઇન  ટ્ેડીંગની તાલીમ લેવા માટે વાત કરી હતી. જેથી મુરલીભાઇએ લોગઇન કરતા  ટ્રેડીંગમાં સારૂ વળતર આપવામાં આવતું હતુ અને નફો જણાઇ આવતો હતો. જેથી વિશ્વાસ કરીને તેમણે ટ્ેડીંગ એકાઉન્ટ ખોલાવ્યું હતુ અને તેમાં  ક્રિપ્ટો , ફોરેક્સના ટ્રેડીંગ થતા હતા.  શરૂઆતમાં રોકાણની સામે નફો આપ્યો હતો અને બાદમાં નુકશાન થતા નાણાં રીફંડ પણ આપ્યા હતા.

જેથી મુરલીભાઇને વધુ વિશ્વાસ બેસતા તેમણે માત્ર ૨૦ દિવસમાં કુલ ૧.૫૧ કરોડનું રોકાણ કર્યું હતું. જેમાં નફાના નામે ગઠિયાઓએ આશરે ૪૭ લાખ જેટલી રકમ પરત કરી હતી. પરંતુ, વોલેટમાં ૧.૦૪ કરોડના રોકાણની સામે દર્શાવવામાં આવેલો ૨.૭૩ કરોડનો નફો તે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકતા નહોતા. જેથી શંકા જતા તપાસ કરી ત્યારે તેમની સાથે છેતરપિંડી થયાની જાણ થઇ હતી.  જે અંગે તેમણે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Tags :