Get The App

પેટ્રોલ,ડીઝલ,ગેસના મુદ્દે અરાજકતા ફેલાવનારાઓને સાયબર સેલ શોધી કાઢશે

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
પેટ્રોલ,ડીઝલ,ગેસના મુદ્દે અરાજકતા ફેલાવનારાઓને સાયબર સેલ શોધી કાઢશે 1 - image

 વડોદરાઃ પેટ્રોલ-ડીઝલ અને ગેસના મુદ્દે લોકોેને ખોટીરીતે ભડકાવવાનો પ્રયાસ કરનારાઓ સામે વડોદરા સાયબર સેલની ટીમને સક્રિય કરવામાં આવી છે.

ઇરાન અને ઇઝરાયલ-યુએસ વચ્ચેના યુધ્ધને કારણે પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસની કોઇ અછત નથી તેવી સરકાર વારંવાર જાહેરાત કરી રહી હોવા છતાં પેટ્રોલપંપો પર લોકોની લાંબી લાઇનો જામી છે.

બીજીતરફ પેટ્રોલ-ડીઝલ અને ગેસ ના મુદ્દે અફરા તફરી સર્જાય તેવા સોશ્યલ મીડિયા પર મેસેજો ફરતા ના થાય અને ખોટી ઉશ્કેરણી કરવામાં ના આવે તેની તકેદારી રાખવા માટે શહેર પોલીસ કમિશનરે સાયબર સેલને જાણ કરી છે.

સાયબર સેલના એસીપી મયૂરસિંહ રાજપૂતે કહ્યું હતું કે,સાયબર સેલની બે ટીમો રાઉન્ડ ધ ક્લોક વોચ રાખી રહી છે.આવા સમયે ખોટા મેસેજ કરી અરાજકતા ફેલાવનારાઓ સામે ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.