Jamnagar Liquor Case : જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49 માં રહેતા અને કટલેરીનો વેપાર કરતા મહેશ કરસનદાસ ગજરા નામના વેપારીના રહેણાક મકાનમાં ઇંગ્લિશ દારૂ ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડયો હતો. જે દરમિયાન રહેણાક મકાનમાંથી 12 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો અને 20 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા.
આથી પોલીસે રૂપિયા 18,000ની કિંમતનો ઈંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો છે. પોલીસની પૂછપરછ દરમિયાન તેને દિગ્વિજય પ્લોટ શેરી નાં 49 માં રામનગરના ઢાળિયા પાસે રહેતા નવીન લક્ષમીદાસ દામાએ સપ્લાય કર્યો હોવાનું જણાવતાં તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.


