Gujarat

કૂટણખાનામાંથી પકડાતા ગ્રાહકોને અગાઉ આરોપી અને હવે સાક્ષી બનાવાય છે !!

By GS TEAM
11 May 20261 min read
કૂટણખાનામાંથી પકડાતા ગ્રાહકોને અગાઉ આરોપી અને હવે સાક્ષી બનાવાય છે !!

પોલીસ કહે છે ઈમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટમાં ગ્રાહકો સામે શું કાર્યવાહી કરવી તેની સ્પષ્ટ જોગવાઈનો અભાવ : રૂપલલનાઓ સાથે છએ ગ્રાહકો પણ સાક્ષી બન્યા

રાજકોટ, : હોટલ ફલોરા ઈનમાંથી પકડાયેલા કૂટણખાનામાંથી 6 ગ્રાહકો મળી આવ્યા હતા. જેને ઉપરાંત 6 રૂપલલનાઓને પોલીસે સાક્ષી બનાવ્યા છે. અગાઉ કૂટણખાનામાંથી પકડાતા ગ્રાહકોને પોલીસ આરોપી બનાવતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી હવે સાક્ષી બનાવવાનું શરૂ કર્યું છે. 

જાણકાર પોલીસ સૂત્રોએ જણાવ્યું કે અગાઉ જયારે ગ્રાહકોને આરોપી બનાવાતા ત્યારે કોર્ટમાં તેમના વકીલો દ્વારા કઈ જોગવાઈ હેઠળ આરોપી બનાવાયા છે તેવા સવાલ ઉઠાવાયા હતા.  ઈમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ ૧૯પ૬ની કલમમાં ગ્રાહકોને આરોપી બનાવવા કે નહીં તેની સ્પષ્ટ જોગવાઈ નથી.  આમ છતાં અગાઉ પોલીસ આરોપી બનાવતી ત્યારે કઈ જોગવાઈ હેઠળ આરોપી બનાવાયા તેવા સવાલ ઉઠતા હોવાથી આખરે હવે પોલીસે સાક્ષી બનાવવાનું શરૂ કર્યું છે. જેથી કેસ મજબુત બનાવી શકાય.  હોટલ ફલોરા ઈનમાંથી જે 6 ગ્રાહકો મળ્યા છે તે યુવાનો છે. જેમાં સૌથી નાની વયના ગ્રાહકની ઉંમર 20 વર્ષ અને સૌથી મોટી વયના ગ્રાહકની ઉંમર 35 વર્ષ છે.  કૂટણખાનાની સંચાલિકા મહેઝબીને છૂટાછેડા લીધેલા છે તેમ પણ પોલીસે જણાવ્યું હતું. તેણે હોટલ કેટલામાં ભાડે લીધી હતી, તેના માલીક કોણ છે તે સહિતના મુદ્દે હવે પોલીસ તપાસ કરશે.