app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

કસ્ટોડિયનના અણઘડ વહીવટના આક્ષેપ: નવનાથ સોસાયટીનું લાઈટ બિલ નહીં ભરાતા વીજ કનેક્શન કપાયું, રહીશો પાણી વિના ત્રાહિમામ

Updated: Sep 9th, 2023


                                                              Image Source: Freepik

વડોદરા, તા. 09 સપ્ટેમ્બર 2023 શનિવાર

ગોત્રી રોડ વિસ્તારમાં આવેલી નવનાથનગર કો-ઓ.હા. સો. લી.નું કસ્ટોડીયન દ્વારા લાઇટ બિલ નિયત સમયે નહીં ભરાયું હોવાના આક્ષેપથી વીજ જોડાણ કપાઈ જવાના કારણે સોસાયટીના ૧૦૦ બ્લોકના રહીશો છેલ્લા ત્રણ દિવસથી પાણી વિના ટળવળી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ગોત્રી રોડ પર નવનાથનગર કો-ઓ.હા.સો.માં  ૧૦૦ બ્લોકમાં પરિવારજનો રહે  છે. આ સોસાયટીમાં જિલ્લા રજીસ્ટ્રારે ત્રણ વર્ષ અગાઉ ફક્ત ચુંટણી કરવા કસ્ટોડીયનની નિમણૂક કરી હતી. સહકારી કાયદા મુજબ જિલ્લા રજીસ્ટ્રારે ચુંટણીલક્ષી કોઈજ કામગીરી કરી નહતી. જે સભાસદોએ ચુંટણી કરવા અરજી કરી હતી. કસ્ટોડીયને ચુંટણી કરી ન હતી. તેને જ વહીવટદાર તરીકે કલમ -૮૧ મુજબ નિમણૂક આપી હતી. હુકમ ગેરકાયદે જણાતા અધિક રજીસ્ટ્રાર (અપીલ) સહકારી મંડળીઓને ગાંધીનગર અપીલ કરતા માન્ય રખાઈ હતી. જેથી ચુંટણી કરવા હુકમ કર્યો હતો. નવ માસ વિત્યા હોવા છતાં ચુંટણી કરવામાં આવી નથી.પરિણામે ગઈ તા 3 ઓગસ્ટએ આ સોસાયટીનું લાઈટ રૂપિયા ૧૭૭૧૫/- આવ્યું હતું. આ અંગેની જાણ માંજી કારોબારી સભ્યએ કસ્ટોડીયનને મોબાઈલ પર જાણ કરી હતી અને લાઇટ બિલની કોપી વૉટસઅપ કરી સમયમર્યાદામાં લાઇટબિલ ભરાઈ જાય તે માટે જણાવ્યું હતું. છતા પણ કસ્ટોડિયન દ્વારા બિલ ભરવા બાબતે અજર અંદાજ કરાયો હોવાના આક્ષેપ કર્યા હતા.દરમિયાન છઠ્ઠી તારીખે એમજીવીસીએલ દ્વારા વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે. પરિણામે છેલ્લા ત્રણ દિવસથી ૧૦૦ સભાસદોના પરિવારોને પાણી વિના ટળવળી રહેવા સહિત ત્રાહિમામ પોકારી ઊઠ્યા છેઅગાઉ પણ એક વખત કસ્ટોડીયન દ્વારા લાઇટ બિલ ભરવામાં આવ્યું નહતું. જેની જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ (હાઉસિંગ) વડોદરાના હાઉસિંગ શાખાના જવાબદાર કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી. કોઈ જરૂરી પગલાં નહીં લેવાતા મેયર સહિત જિલ્લા કલેકટર કચેરીમાંથી જિલ્લા રજીસ્ટ્રારને તાત્કાલિક કાર્યવાહી કરવા ફોન પર સૂચના આપી હતી.

Gujarat