વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્યુબ કન્સ્ટ્રક્શનની સિસ્ટર કંપની અતાપી ફન વર્લ્ડ બંધ કરાવ્યું
વડોદરા, તા. 11 નવેમ્બર 2023, શનિવાર
વડોદરા શહેરના આજના સરોવર પાસે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વૃંદાવન ગાર્ડન ની માલિકીની જમીન ખાનગી કંપની ને ફન વર્લ્ડ બનાવવા આપી હતી પરંતુ તેના સંચાલકો દ્વારા યોગ્ય જાળવણી નહીં કરતા અને છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશન સાથે વસૂલાત તેમજ જમીનનો વિવાદ ચાલતો રહ્યો હતો તે બાદ ગઈકાલે મોડી રાત્રે કોર્પોરેશન દ્વારા નોટિસ આપી તાત્કાલિક અસરથી તમામ રાઈડ્સ બંધ કરી જરૂરી લાયસન્સ રજૂ કરવા જણાવ્યું છે જેથી એક પ્રકારે હાલના તબક્કે કોર્પોરેશનને સીલ માર્યું હોવાનું પ્રતિપાદિત થાય છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ જમીન ગુજરાત ટુરિઝમને આપી હતી અને તેમાં ગુજરાત ટુરીઝમે મૂડી રોકાણ કરી તેનું સંચાલન કરવાની જવાબદારી ક્યુબ કન્સ્ટ્રક્શન ની સિસ્ટર કન્સલ્ટ કંપની અતાપી ને સોંપી હતી જે અંગે ત્રણેય વચ્ચે કરાર થયા હતા.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી વસુલાત અને અન્ય નિયમોનો ભંગ કરવા બદલ અતાપી કંપનીને અવારનવાર નોટિસો પાઠવવામાં આવી હતી જે બાદ ગઈકાલે આખરી નોટિસ ફટકારીયા બાદ સુરત જ તમામ રાઈડ્સ બંધ કરી દેવા અને તેને લગતા જરૂરી લાયસન્સ રજૂ કરવા જણાવ્યું છે જ્યાં સુધી લાઇસન્સ છો રજૂ કરી શકશે નહીં ત્યાં સુધી અતાપી બંધ રહેશે તેમ કોર્પોરેશનના સૂત્રોમાંથી જાણવા મળે છે.
અત્રે યાદ આપવું જરૂરી છે કે ક્યુબ કન્સ્ટ્રક્શનના સંચાલક સંજય શાહ હાલ કચ્છ વિસ્તારમાં સરકારી જમીન અંગેના કૌભાંડમાં જેલમાં હવા ખાઈ રહ્યા છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં અતાપીને સોંપેલો સફારી પાર્ક લીધા બાદ આજે હતાપી ફનવલ્ડ બંધ કરાવી દેતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.