Get The App

વડોદરામાં 40 વર્ષ જૂના શાસ્ત્રી બ્રિજના નીચલા હિસ્સામાંથી પોપડા ખરી પડ્યા

Updated: Mar 1st, 2025

GS TEAM


Google News
Google News
વડોદરામાં 40 વર્ષ જૂના શાસ્ત્રી બ્રિજના નીચલા હિસ્સામાંથી પોપડા ખરી પડ્યા 1 - image


Vadodara : વડોદરા શહેરના આશરે 40 વર્ષથી વધુ જુના શાસ્ત્રી બ્રિજની નીચેના હિસ્સામાંથી આજે સવારે પોપડા ખરી પડ્યા હતા. આ બ્રિજ પર સૌથી વધુ ટ્રાફિક રહે છે, અને નીચે પણ ટ્રાફિકનો ધમધમાટ ચાલુ હોય છે. બ્રિજના નીચેના હિસ્સામાંથી સવારે પોપડા પડતા નાસભાગ મચી હતી.

વડોદરાના સામાજિક કાર્યકરોએ સ્થળ પર પહોંચીને આ બ્રિજને જ્યાં જરૂર છે તે સ્થળે તાત્કાલિક રીપેરીંગ હાથ ધરવા કોર્પોરેશનમાં રજૂઆત કરી છે. શહેરના પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતા આ બ્રિજની અમુક સ્થળે પેરાપીટમાં પણ તિરાડો જોવા મળે છે. મોરબીમાં ત્રણ વર્ષ અગાઉ બ્રિજ દુર્ઘટના બની હતી, એ પછી વડોદરામાં બધા બ્રિજની મજબૂતાઈ ચકાસવામાં આવી હતી. જેમાં કોર્પોરેશન દ્વારા શાસ્ત્રી બ્રિજ પર પેરાપીટનું રીપેરીંગ કર્યું હતું.

Tags :