Gujarat

જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં 121 વર્ષથી પરંપરાગત લેવાતો 'હુસૈની ચોકારા' નિહાળવા મોડી રાત્રી સુધી જનમેદની ઉમટી પડી

By GS TEAM
3 Jul 20251 min read
TukuTouch Logo
જામનગરમાં મુસ્લિમ વાઘેર સમાજ દ્વારા વાઘેરવાડા વિસ્તારમાં આવેલા માતમ ચોકમાં છેલ્લા 121 વર્ષથી પણ વધુ સમયથી પરંપરાગત રીતે હુસૈની ચોકારા યોજાય છે. જે પરંપરા આ વખતે પણ અવિરત ચાલુ રહી છે. ગત બુધવારે યોજાયેલા ચોકારાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં 121 વર્ષથી પરંપરાગત લેવાતો 'હુસૈની ચોકારા' નિહાળવા મોડી રાત્રી સુધી જનમેદની ઉમટી પડી

Jamnagar : જામનગરમાં મુસ્લિમ વાઘેર સમાજ દ્વારા વાઘેરવાડા વિસ્તારમાં આવેલા માતમ ચોકમાં છેલ્લા 121 વર્ષથી પણ વધુ સમયથી પરંપરાગત રીતે હુસૈની ચોકારા યોજાય છે. જે પરંપરા આ વખતે પણ અવિરત ચાલુ રહી છે. ગત બુધવારે યોજાયેલા ચોકારાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહ્યો હતો. 

આ પરંપરાગત 'હુસૈની ચોકારા' સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના યુવાનો તથા નાના બાળકો દ્વારા લેવામાં આવે છે. જેમાં સુન્ની મુસ્લિમ વાઘેર સમાજ દ્વારા 'હુસૈની ચોકારા' નો કાર્યક્રમ વાઘેરવાડા વિસ્તારમાં આવેલા માતમ ચોકમાં યોજાઈ રહ્યો છે. જેને નિહાળવા માટે રાત્રે 1:00 વાગ્યે હજારોની સંખ્યામાં ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહે છે. આ 'હુસૈની ચોકારા' વાઘેર સમાજના પ્રમુખ ગની પટેલના માર્ગદર્શન હેઠળ વાઘેરની સમાજની કારોબારીના સભ્યો સતત ખડેપગે રહીને 'હુસૈની ચોકારા'નું આયોજન કરે છે.