Get The App

સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં દિવાળીની પૂર્વ સંધ્યાએ ફટાકડાં બજારમાં ભીડ ઉમટી

Updated: Oct 20th, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં દિવાળીની પૂર્વ સંધ્યાએ ફટાકડાં બજારમાં ભીડ ઉમટી 1 - image

- શરૂઆતમાં મંદી બાદ અંતિમ દિવસે ઘરાકી નીકળી

- ફટાકડાંના ભાવમાં 15 ટકાનો વધારો છતાં અન્ય વસ્તુમાં કાપ મૂકી ફટાકડાં ખરીદતા વેપારીઓમાં પણ ઉત્સાહ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં અનેક જગ્યાએ ફટાકડાના સ્ટોલ કરવામાં આવ્યા છે. પરંતુ ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં અંદાજે ૧૫ ટકાથી વધુ વધારો જોવા મળતા શરૂઆતના દિવસોમાં ફટાકડાની ખરીદીમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ હવે જ્યારે દિવાળીની પૂર્વ સંધ્યાએ ફટાકડાની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળતા વેપારીઓમાં ખૂશી જોવા મળી હતી. 

પ્રકાશ અને ઉત્સાહના પર્વ દિવાળીના તહેવારની સુરેન્દ્રનગર જિલ્લામાં ધામધૂમથી ઉજવણી કરાય છે. દિવાળીના તહેવાર અગાઉ જ ઠેર ઠેર ફટાકડાના સ્ટોલ લાગી ગયા હતા. પરંતુ ચાલુ વર્ષે ફટાકડા બજારમાં શરૂઆતમાં મંદીનો માહોલ જોવા મળતા વેપારીઓ ચિંતિંત બન્યા હતા. ફટાકડાના વેચાણમાં ખાસ કરીને નાના બાળકો માટેના ફટાકડાના ભાવમાં ૧૫ ટકાથી વધુ વધારો જોવા મળી રહ્યો છે. પોપઅપ, ફુવારા, ફુલઝર, ચકરડી સહિતના નાના બાળકો માટેના ફટાકડામાં ગત વર્ષની સરખામણીએ ભાવ વધુ જોવા મળી રહ્યાં છે. જેના કારણે ફટાકડા બજારમાં શરૂઆતમાં ઘરાકી જોવા મળી ન હતી. પરંતુ હવે દિવાળીની પૂર્વ સંધ્યાએ ફટાકડાની હોલસેલ તેમજ રીટેલ દુકાનોમાં ગ્રાહકોની ભીડ ઉમટી હતી. ત્યારે સારી ઘરાકી રહેતા વેપારીઓમાં પણ એકંદરે આનંદ જોવા મળી રહ્યો છે. બાળકો માટેના ફટાકડામાં અલગ નવી વેરાયટી જેવી કે હેલિકોપ્ટર, ડ્રોન ફટાકડા જેવા નવા ફટાકડા પણ બજારમાં જોવા મળી રહ્યા છે. જે હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો ભાવ વધારો હોવા છતાં લોકો પોતાના આથક બજેટ મુજબ ફટાકડાની ખરીદી કરી રહ્યા છે. ફટાકડાના વેપારીઓના જણાવ્યા મુજબ શરૂઆતના દિવસોમાં ઘરાકી મંદી રહેતા નુકશાની જાય તેમ લાગી રહ્યું હતું પરંતુ હવે સારી ઘરાકી રહેતા હાશકારો અનુભવી રહ્યા છીએ.