હળવદમાં શ્રાવણ માસના અંતિમ દિવસે શિવાલયોમાં ભીડ
- અમાસ અને શનિવારનો શુભ સંયોગ
- શરણેશ્વર મહાદેવ, વૈજનાથ મહાદેવ સહિતના મંદિરોમાં પીપળે પાણી રેડવા ભકતોનો ધસારો
હળવદ : ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ માસની અમાસનું વિશેષ મહત્વ જોવા મળે છે તેમાં શિવ પૂજા અને પિતૃ પ્રાપ્તિ માટે પીપળે પાણી રેડવાનું વિશેષ મહત્વ છે આ દિવસે પીપળે પાણી રેડવાથી પિતૃ તૃપ્ત થતા હોવાની માન્યતા છે તેથી હળવદના શિવાલયો શરણેશ્વર મહાદેવ, વૈજનાથ મહાદેવ, સહિતના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડયું હતું.
આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે. શ્રાવણ માસ ભગવાન શિવની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સંપૂર્ણ માસમાં જો તમે ભગવાન શિવની પૂજા નથી કરી શકયા તો અમાસના દિવસે પૂજા કરવાથી તમને આખા મહિનાની પૂજા સમાન પુણ્ય મળે છે. શિવ પૂજા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે, પરંતુ નકારાત્મક વિચારો પણ દૂર કરે છે. ખાસ કરીને એવા લોકો માટે ખૂબ જ ફળદાયી છે જેમની કુંડળીમાં ગ્રહ દોષ હોય છે.
શ્રાવણ માસની અમાસ સાથે શનિવારનો શુભ યોગ હોય વહેલી સવારથી ભાવિક ભકતો ઉમટી પડયા હતા. આજના દિવસે અને શિવ પુજા કરી પિતૃને તૃપ્ત કરવા ભક્તો મહાદેવનાં દર્શન કરી પીપળે વડલે બોરડી તુલસી પાણી રેડીને ભાવિકો ભક્તોઆ વૃક્ષ પર જલ રેડી લોકોએ પૂર્વજોનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.