અમદાવાદ, શનિવાર, 3 જાન્યુ,2026
અમદાવાદના વિકટોરીયા ગાર્ડન પાસે દર રવિવારે ગુર્જરી બજાર
ભરાય છે. આ બજારમાં ગેરકાયદેસર બકરા મંડી ભરી બકરાંનુ વેચાણ થતુ અટકાવવા
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાસ્કફોર્સની રચના કરાઈ છે.આસિસ્ટન્ટ મ્યુનિસિપલ
કમિશનરની અધ્યક્ષતામા બનાવાયેલી ટીમ ગેરકાયદેસર બકરા મંડી દુર કરવાની કાર્યવાહી
કરશે.
મધ્યઝોનના ખાડીયા-જમાલપુર વિસ્તારમાં પૂર્વ રિવરફ્રન્ટ
બજારમાં જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર બકરા મંડી ભરી બકરાંનુ વેચાણ થતુ હોવાના કારણે
ખુબ જ ગંદકી થતી હોય છે. ઉપરાંત ત્યાંથી આવતા જતા ટ્રાફિક અને રાહદારીઓને ખુબ જ
અડચણ થતી હોય છે.જેના કારણે અકસ્માત જેવા બનાવ અટકાવવા અને ગેરકાયદે ભરાતી બકરા
મંડી દુર કરવા ખાડીયા,જમાલપુરના
આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત આસિસ્ટન્ટ મેનેજર, પબ્લિક હેલ્થ
સુપરવાઈઝર, એસ્ટેટ
ઈન્સપેકટર, સિકયુરીટી
ઓફિસર, સી.એન.સી.ડી.
વિભાગના પોલીસ ઈન્સપેકટર,
કેટલ કેચર સહિત નવ અધિકારીઓની ટીમ દ્વારા કાર્યવાહી કરવામા આવશે.


