દિવાળી -છઠ્ઠ પૂજા પર્વે રેલવે /બસ સ્ટેશનો પર મુસાફરોની ભીડ
છલ્લા ત્રણ દિવસથી સતત મુસાફરી ના ધસારાથી ટ્રેનો અને બસો હાઉસફૂલ : પ્રવાસીઓને હાલાકી

દિવાળી અને છઠ્ઠ પૂજા તહેવારોને લઈ છેલ્લા ત્રણ દિવસથી વડોદરાના રેલવે સ્ટેશન અને સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.
રેલવે સ્ટેશન પ્લેટફૉર્મનં. ૨ તથા € ખાતેથી ઉત્તર ભારત તરફ જતી મોટાભાગની ટ્રેનો હાઉસફૂલ છે. ભીડને પહોંચી વળવા માટે આરપી એફ અને રેલવે પોલીસના જવાનો તૈનાત છે. ડીઆરએમ રાજુ ભડકેએ સ્ટેશનની મુલાકાત લઈને વ્યવસ્થાનું ખાસ નિરીક્ષણ કર્યું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જીએસસારટીસી) દ્વારા વડોદરાથી ૧૩૦ વધારાની બસો દોડાવવામાં આવી છે. વડોદરા ડેપો છેલ્લા ત્રણ દિવસથી ભારે વ્યસ્ત બની ગયો છે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ, ગોધરા તરફ જતી બસો હાઉસફૂલ છે. મુસાફરોની સલામતી અને સુવિધાસુનિશ્ચિત કરવા વિશેષ વ્યવસ્થા અમલમાં મૂકાઈ છે. જરૂરિયાત મુજબ વધારાની બસો તથા ટ્રેનોની વ્યવસ્થા કરાય છે.
ટ્રેનમાં ૨૨૨૩ ખુદાબક્ષો પકડાયા : ૧૬.૨૭ લાખ દંડ વસૂલ્યો
રેલવે પ્રશાશન દ્રારા ટ્રેનોમાં મફતની સુસાફરી કરતા લોકો સામે તવાઈ બોલાવવામાં આવી છે. તહેવારોને ધ્યાનમાં રાખીને વિવિધ સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ ચેકિંગ ટીમે ગઈકાલે અભિયાન હાથ ધરી એક જ દિવસમાં ૨૨૨૩ ખ઼ુદાબક્ષ મુસાફરોને પકડી પાડી રૂ. ૧૯.૨૭/લાખનો દંડ વસૂલ્યો હતો.