શ્રાવણ માસના પ્રથમ સોમવારે વડોદરાના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ
Vadodara Shravan Special : પવિત્ર શ્રાવણ માસ શરૂ થવાના આજે પ્રથમ સોમવારે શહેરના દિવસે મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.
તમામ શિવાલય મંદિરો બમ બમ ભોલે, કિસ્મત ખોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભક્તજનો દ્વારા શિવલિંગને દૂધ પાણી પણ ચડાવવામાં આવતું હતું સાથે બીલીપત્ર પણ ભક્તજનો ચડાવતા હતા.
હરણી વિસ્તારમાં આવેલ પૌરાણિક મોટનાથ મહાદેવ મંદિર સહિત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સહિતના અનેક નાના મોટા શિવ મંદિરોમા ભક્તજનો ઉમટ્યા હતા. વિવિધ શિવ મંદિરોમાં આજે જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે કેટલાક શિવ મંદિરોમાં ઘીના કમળના દર્શનનું પણ આયોજન થયું છે.