જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નદીના પુલ પરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ કુદકો માર્યાની વાત વહેતી થતાં મોડી રાતે લોકોના ટોળા એકત્ર થયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નદીના પુલ ઉપરથી એક વ્યક્તિએ છલાંગ લગાવી છે, તેવી વાત વહેતી થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. પોલીસ તંત્રને જાણ થવાથી પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને ટોળાને વિખેર્યું હતું. ઉપરાંત ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. ફાયર શાખા દ્વારા ગઈ રાત્રે અને ત્યારબાદ આજે સવારે શોધખોળ અભિયાન હાથ ધર્યું છે. જોકે કોઈ વ્યક્તિ હાથ લાગી નથી.
કાલાવડ નાકા બહાર રંગમતી નદીના પુલ પર બેસી રાત્રે 12:00 વાગ્યાના કોઈ વ્યક્તિએ છલાંગ લગાવી છે, તેવી વાત વહેતી થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા, અને એક તબક્કે પુલ પર ટ્રાફિકજામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ બનાવની જાણ થતાં સીટી એ. ડિવિઝનના પી.આઈ.એન.એ. ચાવડા અને તેઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને લોકોના ટોળા ને વિખેર્યા હતા, અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. ત્યારબાદ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની મદદ લીધી હતી. તેઓ દ્વારા અજ્ઞાત વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી. જોકે મોડી રાત્રે સુધી સર્ચ ઓપરેશન અધૂરું રખાવ્યું હતું. ત્યારબાદ આજે સવારે 12:00 વાગ્યાથી ફરીથી સર્ચ ની કાર્યવાહી ચલાવાઈ રહી છે. જોકે કોઈ વ્યક્તિ હજુ સુધી હાથ લાગી નથી.








