વડોદરાઃ વડોદરા અને છોટાઉદેપુર સહિતના સ્થળોએ આજે વરસાદ પડતાં ખેડૂતોને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે.
છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતું હોવાથી હવામાન વિભાગ દ્વારા માવઠાની પણ આગાહી કરવામાં આવી હતી.જે દરમિયાન આજે વડોદરાના વાઘોડિયા,છોટાઉદેપુર સહિતના કેટલાક સ્થળોએ સવારે વરસાદ પડયો હતો.
જો કે થોડીવાર બાદ વરસાદ બંધ થતાં ખેડૂતોએ રાહત અનુભવી હતી.પરંતુ હજી માવઠાંની આગાહી હોવાને કારણે કેરીના મોર ખરી પડવાનો, તેમાં જીવાત પડવાનો અને ઘઉં,મકાઇ અને દિવેલાં જેવા પાકને પણ નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે.


