Get The App

ધોળકાના ગાણોલ ગામમાં માછલી પકડવાની જાળમાં મગર ફસાયો

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
ધોળકાના ગાણોલ ગામમાં માછલી પકડવાની જાળમાં મગર ફસાયો 1 - image


ગ્રામજનોમાં કુતૂહલની સાથે ભયનો માહોલ

વન વિભાગની ટીમે મગરને સુરક્ષિત બહાર કાઢી યોગ્ય જગ્યાએ ખસેડયો

બગોદરાધોળકા તાલુકાના ગાણોલ ગામે અનોખી ઘટના બની છે, જ્યાં માછલી પકડવા માટે નાખવામાં આવેલી જાળમાં મગર ફસાતા માછીમારો અને ગ્રામજનોમાં ચકચાર મચી ગઈ છે.

ધોળકાના ગાણોલ ગામના અમુક માછીમારોએ માછલી પકડવા માટે ગામની પાણીના વોકળામાં જાળ બિછાવી હતી. થોડા સમય પછી, અચાનક જાળ ભારે થવા લાગી અને પાણીમાં ખેંચાવા લાગી. કોઈ મોટી માછલી ફસાઈ હશે તેમ માની માછીમારો પૂરી તાકાત લગાવીને જાળને કિનારા તરફ ખેંચી ત્યારે માછલીઓને બદલે એક વિશાળ મગર તેમાં ફસાયેલો જોઈને માછીમારો ચોંકી ગયા.

માછીમારોએ તરત જ પોલીસ અને વન વિભાગને જાણ કરી હતી.  વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે બહાર કાઢીને યોગ્ય જગ્યાએ ખસેડયો હતો. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં કુતૂહલની સાથે ભયનો માહોલ ફેલાયો હતો.

Tags :