વડોદરામાં રેસ્કયૂ દરમિયાન છટકી ગયેલો મગર ત્રણ કલાકે પકડાયો
વરસાદને કારણે ચોમાસા જેવાે માહોલ સર્લોતાં મગરો બહાર આવવા માંડ્યા છે.
શહેરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં લાડભવન સામે ચાલી રહેલા ખોદકામ દરમિયાન ગઇ સાંજે ત્રણ ફૂટ જેટલો મગર આવી જતાં જીવદયા કાર્યકરો દ્વારા તેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
જો કે,આ દરમિયાન મગર છટકી જવામાં સફળ રહ્યો હતો.ત્યારબાદ આ જ સ્થળ પાસે ફરી મગરે દેખા દેતાં વાઇન્ડ લાઇફ રેસ્ક્યૂ સંસ્થાના કાર્યકરોએ ત્રણ કલાકની જહેમત બાદ મગરને પકડી ફોરેસ્ટ વિભાગને સોંપવાની તજવીજ કરી હતી.