Gujarat
ચોમાસાની સાથે જ વડોદરામાં મગરોની દોડાદોડીઃ ગાજરાવાડીની વસાહત બાદ કારની નીચેથી મગરનું રેસ્ક્યૂ
By GS TEAM
23 Jun 20251 min read

વડોદરાઃ વરસાદની સાથે જ શહેરમાં મગરોની દોડાદોડી શરૃ થઇ ગઇ છે અને ફોરેસ્ટ તેમજ જીવદયા કાર્યકરોની પણ કામગીરી વધી ગઇ છે.
ગાજરાવાડી વિસ્તારમાં સૂએજ પંપિંગ સ્ટેશન પાસેની વસાહતમાં આવી ગયેલા પાંચ ફૂટના મગરનું બે દિવસ પહેલાં રેસ્ક્યૂ કરાયા બાદ ગઇ મધરાતે વડસર-કલાલી રોડ એક મગરે દોડધામ મચાવી હતી.
વડસર બ્રિજ પાસે મગરે દેખા દેતાં જીઆઇડીસી વિસ્તારના કાર્યકર જયેશ પટેલ અને ટીમે મગરને પકડવા દોઢ થી બે કલાક સુધી પ્રયાસો કર્યા હતા.જો કે ઘાસ વધુ હોવાને કારણે મગર છટકી ગયો હતો.
આ જ મગરે પરોઢિયે વડસર-કલાલી રોડ પર એક હોસ્પિટલની પાસે કારની નીચે અડિંગો જમાવ્યો હતો.જેથી સિક્યુરિટી જવાનનું ધ્યાન જતાં તરસાલીના કાર્યકર એલ્વિન અને અન્ય સાથીદારોને જાણ કરી હતી.તેમણે એક કલાકની જહેમત બાદ પાંચેક ફૂટના મગરનું રેસ્ક્યૂ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.









