Gujarat

વડોદરાના ગાજરાવાડી સુએજ પંપીંગ પાસે વસાહતમાં આવી ગયેલા મગરનું રેસ્ક્યુ, બીજા પણ મગરો હોવાની આશંકા

By GS TEAM
21 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં આવી ગયેલા પાંચ ફૂટના એક મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના ગાજરાવાડી સુએજ પંપીંગ પાસે વસાહતમાં આવી ગયેલા મગરનું રેસ્ક્યુ, બીજા પણ મગરો હોવાની આશંકા

Vadodara Crocodile Rescue : વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં આવી ગયેલા પાંચ ફૂટના એક મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 

સુએજ પંપીંગ સ્ટેશન પાસે એક ઝુંપડા સુધી એક મગર આવી જતા નાસભાગ મચી હતી. બનાવની જાણ જીવ દયા કાર્યકરોને કરતા અરવિંદ પવારની ટીમે ભારે જહેમત બાદ મગજનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને આપ્યો હતો.

સ્થાનિક વિસ્તારોમાંથી મળતી માહિતી મુજબ સુએજ પમ્પિંગ પાસેથી એક નાળુ પસાર થાય છે અને તેમાં બીજા છ થી સાત જેટલા મગર વસવાટ કરી રહ્યા છે. જેથી લોકોના જેવું જોખમ ચોમાસા દરમિયાન વધી જવાની શક્યતા છે.