Gujarat

વડોદરા નજીક વરસાડા ગામે માછલી પકડવા નાંખેલી જાળમાં ૭ ફૂટનો મગર ફસાયો

By GS TEAM
7 Jul 20251 min read
વડોદરા નજીક વરસાડા ગામે માછલી પકડવા નાંખેલી જાળમાં ૭ ફૂટનો મગર ફસાયો

 વડોદરાઃ વડોદરામાં મગરોના રેસ્ક્યૂ માટેના કોલ્સ રોજે રોજ આવી રહ્યા છે.ગઇકાલે બે મગરોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

વડોદરા પાસેના વરસડા ગામે તળાવમાં માછલી પકડવા માટે નાંખેલી જાળમાં સાત ફૂટનો મગર ફસાતાં ફોરેસ્ટ અને જીવદયા કાર્યકરોની મદદ લેવામાં આવી હતી.દોઢ કલાકની જહેમત બાદ જાળ કાપીને મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

આવી જ રીતે ઇએમઇ કેમ્પસ સુધી મગર આવી જતાં તેનું પણ જીવદયા કાર્યકરોએ રેસ્ક્યૂ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.