Gujarat

તલવાર સાથેનો વીડિયો અપલોડ કરનાર યુવક સામે ગુનો દાખલ

By GS TEAM
5 Oct 20251 min read
TukuTouch Logo
હાથમાં તલવાર લઇને વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર આરોપીના ઘરેથી પોલીસે તલવાર કબજે કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તલવાર સાથેનો વીડિયો અપલોડ કરનાર યુવક સામે ગુનો દાખલ

હાથમાં તલવાર લઇને વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર આરોપીના ઘરેથી પોલીસે તલવાર કબજે કરી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં સરદારજી જેવા દેખાતા બે વ્યક્તિઓ પૈકી એકના હાથમાં ખુલ્લી તલવાર અને ધંધા બાબતનો વીડિયો અપલોડ કર્યો હતો. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ વીડિયો અપલોડ કરનાર યુવકો વારસિયા વીમા દવાખાના પાસે તેમના ઘરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા જસપાલસિંગ માયાસિંગ દુધાણી તથા સૂરજસિંગ માયાસિંગ દુધાણી મળી આવ્યા હતા. તલવાર અંગે પૂછતા તેણે ઘરમાંથી તલવાર કાઢી રજૂ કરી હતી. જેથી, પોલીસે તેઓની સામે ગુનો દાખલ કર્યો છે.