Get The App

ઘાંટવડની તસ્કર ગેંગના 9 સભ્યો સામે ગુજસીટોક તળે ગુનો નોંધાયો

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
ઘાંટવડની તસ્કર ગેંગના 9 સભ્યો સામે ગુજસીટોક તળે ગુનો નોંધાયો 1 - image

છેલ્લા એક દાયકામાં અનેક સ્થળોએ ઘરફોડ ચોરી કરનારી

પોરબંદર એલસીબી દ્વારા રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

પોરબંદર: પોરબંદર સહિત બાર જિલ્લામાં ઘરફોડી કરતી ઘાંટવડની તસ્કર ટોળકી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગીરસોમનાથના ઘાંટવડ ગામના નવ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં ઈન્ચાર્જ ઈન્સ્પેકટર રમેશભાઈ કરશનભાઈ કાંબરીયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગુજસીટોક એક્ટ હેઠળ ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે ખોડીયાર માતાજીના મંદિર પાસે રેલ્વેસ્ટેશન રોડ પર રહેતા નવ ઈસમો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે હિતેશ દિલીપ ચૌહાણ  (ઉ.વ.૨૫)ની આગેવાની હેઠળ સંગઠિત ગુન્હા આચરતી ટોળકીએ ઓર્ગનાઈઝ્ડ ક્રાઈમ સીન્ડીકેટ બનાવી એકબીજાના સંકલનમાં રહી આશિત ઉર્ફે વિશાલ બહાદુર રાઠોડ (ઉ.વ.૨૮), જેસીંગદ લિીપ ચૌહાણ (ઉ.વ.૩૦), રાહુલ બહાદુર રાઠોડ (ઉ.વ.૨૧), કિશન નવલસીંગ રાઠોડ (ઉ.વ.૩૫), ભગત ભરત ચૌહાણ (ઉ.વ.૧૯), દીપક સોનીયાભાઈ ચૌહાણ(ઉ.વ.૩૬), કવરસિંહ ઉર્ફે કડકસિંહ નવલસિંહરાઠોડ (ઉ.વ.૨૦), અને અરૂણ ધમા ચૌહાણ (ઉ.વ.૨૫), વગેરેએ છેલ્લા દસ વર્ષ દરમ્યાન ગુજરાત રાજયના પોરબંદર, આણંદ, જુનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ગીરસોમનાથ, સાબરકાંઠા, જામનગર, રાજકોટ ગ્રામ્ય, સુરત ગ્રામ્ય, જિલ્લાની હદ વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુના આચરી ભયનું વાતાવરણ ઉભુ કરી પોતાની ટોળકીની ગુનાહિત પ્રવૃત્તિ સતત ચાલુ રાખીને આ નવ ઈસમોએ જાહેર સુલેહ શાંતિનો ભંગ કર્યો છે. તેમ જણાવીને તેઓની સામે ગુજસીટોક હેઠર રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવ્યો છે. ત્યારે તેનું વિઝિટેશન ઈન્ચાર્જ જિલ્લા પોલીસવડા સુરજીત મહેડુ દ્વારા કરવામાં આવ્યું છે.