હળવદના ઢવાણા નજીક 1.22 લાખની લૂંટ મામલે બે સામે ગુનો
- ખેડૂતે ફરિયાદ પોલીસે આરોપીઓની ઓળખ કરવા કવાયત હાથ ધરી
હળવદ : ઢવાણા ગામના પાટિયા નજીક સાધુના વેશમાં આવેલ ગઠિયાઓએ ખેડૂત પાસે રહેલ ઉપજની રકમ સહીત ૧.૨૨ લાખની રોકડની લૂંટ ચલાવી ફરાર થયા હતા. જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે રહેતા અરજણભાઈ રણછોડભાઈ કાચરોલા (ઉ.વ.૫૦) ગત ૩જી જુનના રોજ પોતાની જણસી હળવદ માર્કેય યાર્ડમાં વેચી રોકડ લઇ બાઇક પર જઇ રહ્યાં હતા. ત્યારે ઢવાણા ગામના પાટિયા પાસે કારમાં સાધુના વેશમાં આવેલા શખ્સ અને અન્ય શખ્સે અરજણભાઇને બાઇક ઉભુ રખાવ્યું હતું. ત્યારે કારમાં સવાર અન્ય શખ્સે ખેડૂતને કહ્યું કે સાધુને પગે લાગો આવા સાધુ ક્યાં નહીં મળે. તેમ કહેતા અરજણભાઇ પગે લાગવા ગયા ત્યારે સાધુના વેશમાં આવેલા શખ્સે ખેડૂતના પાકિટમાં રહેલા રોકડ ૧૦ હજાર, ઉપરજના ૧.૧૨ લાખ સહિત ૧.૨૨ લાખ ઝુંટવી નાસી ગયા હતા. આ બનાવ સંદર્ભે ખેડૂત અરજણભાઇએ બે શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.