Get The App

મોદજની પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકાતા પતિ સહિત ત્રણ સામે ગુનો

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
મોદજની પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકાતા પતિ સહિત ત્રણ સામે ગુનો 1 - image

'તને રાખવાની નથી બીજી પત્ની લાવવાની છે' કહીને

પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાથી ઠપકો આપતા પરિણીતા પર ત્રાસ ગુજારાતો 

નડિયાદ: મહેમદાવાદ તાલુકાના મોદજ ગામની પરિણીતાને તેના પતિ અને સાસુ સસરાએ 'તને રાખવાની નથી બીજી પત્ની લાવવાની છે' કહી શારીરિક-માનસિક ત્રાસ ગુજારી કાઢી મૂકી હતી. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

કઠલાલ તાલુકાના રતનપુરમાં રહેતા દિલીપભાઈ કાભાઈ ચૌહાણની દીકરી હીરલબેનના લગ્ન તા.૭ ફેબુ્રઆરી ૨૦૨૨ના રોજ મહેમદાવાદના મોદજ ગામે રહેતા ભાવેશભાઈ કિરીટભાઈ ડાભી સાથે થયા હતા. 

આ લગ્નજીવન દરમિયાન એક દીકરાનો જન્મ થયો હતો. આમ છતાં હીરલબેનના પતિ ભાવેશ કોઈ કામ ધંધો કરતો ન હતો અને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ ધરાવતા હોવાથી ઠપકો આપતા હીરલબેન ઉપર ત્રાસ ગુજારતો હતો, તેવો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.

ફરિયાદ મુજબ, તા.૩૦-૧૦-૨૫ના રોજ ભાવેશ ડાભી કોઈ સ્ત્રીને લઇ ભાગી ગયો હતો. જેથી પત્નીના પિયરીયાએ જઇ હીરલના સાસુ સસરાને 'તમારા દિકરાને શોધી લાવો અમારી દીકરીનો ઘર-સંસાર બગડે છે' તેમ કહેતા હીરલબેનના સાસુ-સસરાએ 'અમે શોધવા જવાના નથી' તેમ જણાવ્યું હતું. ત્યારબાદ તા.૫-૧૧-૨૫ના રોજ પરિણીતાને તેના પતિ અને સાસુ-સસરાએ 'તને રાખવાની નથી બીજી પત્ની લાવવાની છે' કહીને સાસરીમાંથી કાઢી મૂકી હતી. આ બનાવ અંગે હીરલબેન દિલીપભાઈ ચૌહાણની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ભાવેશભાઈ કિરીટભાઈ ડાભી, કિરીટભાઈ મગનભાઈ ડાભી તેમજ રમીલાબેન ડાભી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.