વડોદરાઃ રણોલીથી પદમલા જતા સર્વિસ રોડ પર ટ્રેક્ટર ચાલકે બ્રેક મારતાં નીચે પટકાયેલા યુવકનું મોત નીપજવાના બનાવમાં પોલીસે સગીરને ટ્રેક્ટર ચલાવવા આપનાર માલિક સામે ગુનો નોંધ્યો છે.
ગઇ તા.૨જીએ મધરાતે પદમલા જતા સર્વિસ રોડ પર બનેલા બનાવની વિગત એવી છે કે,રોંગ સાઇડના સર્વિસ રોડ પર ટ્રેક્ટર લઇ જતી વખતે પથ્થરોને કારણે સગીરવયના ચાલકે બ્રેક મારતાં બાજુમાં બેઠેલો બાદલ નિસરતા(૨૦) ઉછળીને નીચે પટકાયો હતો અને તેનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે પોલીસે સગીર વયના ચાલકની પૂછપરછ કર્યા બાદ ટ્રેક્ટરના માલિક મહેશ રતિભાઇ પરમાર(સૌરાષ્ટ્ર સોસાયટી, બાજવા) સામે ગુનો નોંધ્યો છે.


