Get The App

PFના 43 લાખ નહિ ભરનાર JPA ઇન્ફ્રાની સંચાલિકા સામે ગુનો

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
PFના 43 લાખ નહિ ભરનાર JPA ઇન્ફ્રાની સંચાલિકા સામે ગુનો 1 - image

વડોદરાઃ વડોદરાની જેપીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના કર્મચારીઓની પીએફની રકમ જમા નહિ થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

પીએફ ઇન્સ્પેક્ટર કમલેશભાઇ ભુરીયાએ કહ્યું છે કે,અમને મળેલી ફરિયાદની તપાસ દરમિયાન ગોત્રીના રૃક્ષ્મણી એપાર્ટમેન્ટ સ્થિત જેપીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કર્મચારીઓની એપ્રિલ-૨૦૨૩થી મે-૨૦૨૪ દરમિયાન કેટલાક મહિનાની પીએફની ૪૩.૭૭ લાખની રકમ ભરપાઇ કરવામાં આવી નહિ હોવાનું જણાઇ આવ્યું હતું.

જેથી તેની માલિક જયા પ્રકાશસિંહ કોરંગા(દર્શનમ ટ્રેડ સેન્ટર-૧,સૂર્યા પેલેસ પાસે)સામે ગોત્રી પોલીસે વિશ્વાસઘાતનો ગુનો દાખલ કર્યો છે.