- સમાધાન વખતે યુવકની હત્યા થઇ હતી
- યુવકની હત્યા બાદ મૃતકના સ્વજનોને આરોપીના પરિવાર પર હુમલો કર્યો હતો
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના ધોરીધારમાં સમાધાન વખતે યુવકની હત્યા થઇ હતી. યુવકની હત્યા બાદ મૃતકના સ્વજનોને આરોપીના પરિવાર પર હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે પાંચ શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ધ્રાંગધ્રા શહેરમાં ગત ૧૩ ઓક્ટોબરના રોજ ઝઘડાના સમાધાન વખતે યુવાનની હત્યા બાદ હત્યા નિપજાવનાર બે મહિલા સહિત કુલ ત્રણ શખ્સોને સ્થાનિક પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડયા હતા. બીજી તરફ આ તરફ હત્યામાં સામેલ આરીફ સધવાણીના પરિવારજનો દ્વારા પોતાનું ઘર છોડી ચાલ્યા ગયા હતા. જે બનાવ બાદ ગત તા.૧૬ ઓક્ટોબરના રોજ પરિવાર પોતાના ઘરે સમાન લેવા માટે પરત આવતા મૃતક યુવાનના સ્વજનોને જાણ થતા મારામારી કરવા માટે ધોરીધાર વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં મારામારી દરમિયાન સાહિલ કુરેશી નામના યુવાનને છરી વડે ઇજા પામી હતી. જો કે સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ મારામારીમાં ઝરીનાબેન શાહરુખભાઈ સધવાણીની ફરિયાદના આધારે (૧) સાજીદભાઈ ઇમરાનભાઈ મોવર, (૨) વિષ્ણુભાઈ ઉર્ફે કાનો મીઠાપરા, (૩) રમજાનભાઈ મોવર, (૪) શાહરુખભાઈ મોવર, (૫) સલમાન ઉર્ફે જાદુ વિરુધ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ગુનોે નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


