Get The App

ધ્રાંગધ્રામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 4 વાહન ચાલકો વિરૂદ્ધ ગુનો

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 4 વાહન ચાલકો વિરૂદ્ધ ગુનો 1 - image

- શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ટ્રાફિકડ્રાઈવ

- રિક્ષા અને કાર આડેધડ વાહન પાર્ક કરતા અને પૂરઝડપે રિક્ષા ચલાવવા બદલ ચાલકો સામે કાર્યવાહી

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સીટી તેમજ તાલુકા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ અંતર્ગત વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરતા ચાર વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. 

ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ચાર વાહન ચાલકો સામે ગુન્હો નોંધવામા આવ્યો હતો. જેમાં ધ્રાંગધ્રા શહેર અને આજુબાજુ વિસ્તારોમાં મનફાવે ત્યાં વાહનો પાર્ક કરતા તથા અન્ય રાહદારીઓની જિંદગી જોખમાય તે પ્રકારે વાહન ચલાવતા ઈસમો પર સ્થાનિક પોલિસે કડક કાર્યવાહી કરી હતી. ધ્રાંગધ્રા સિટી પોલીસની ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન રોકડિયા સર્કલ ઈકો કારના ચાલક નરેશભાઈ વાલજીભાઈ રાઠોડ, રહે. ધુમઠવાળાએ કાર ટ્રાફિક સમસ્યા ઉભી કરે તે પ્રકારે પાર્ક કરી હોવાથી ગુન્હો નોંધ્યો હતો. જ્યારે રીક્ષાનો ચાલક પિન્ટુભાઈ ચમનભાઈ વિરમગામીયા, રહે. નરશીપરાવાળો જાહેર રોડ પર પૂરઝડપે રીક્ષા સાથે નીકળતા અટકાવી ગુન્હો દાખલ કરાયો હતો. શાકમાર્કેટ વિસ્તારમાંથી રીક્ષાનો ચાલક છેલાભાઈ જીવાભાઇ લાકડિયા રહે. મયુરનગરવાળો ટ્રાફિકની અડચણરૂપ થાય તે પ્રકારે રિક્ષા પાર્ક કરતા તેઓના વિરુધ પણ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ડ્રાઈવમાં ધ્રાંગધ્રા હાઈવે પર કલ્પના ચોકડી નજીકથી કાર ચાલક કલ્પેશભાઈ મનસુખભાઇ સાવડિયા, રહે. હરીપરવાળાએ હાઈવેમાં અન્ય રાહદારીઓને પરેશાની થાય તે પ્રકારે કાર ઉભી રાખી હોવાથી ગુનો દાખલ કરાયો હતો.