જામનગર નજીક ચાલુ કારમાં ક્રિકેટ સટ્ટો રમાડવાનાં નેટવર્કનો પર્દાફાશ
ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી
મોરબી પંથકના ત્રણ સટ્ટાખોરો રંગે હાથ ઝડપાયા, રૂા. ૭.૩૨ લાખનો મુદ્દામાલ કબજે, ૧૬ પન્ટરના નામ ખૂલતાં શોધખોળ
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે મોરબી પંથકના ક્રિકેટના સટ્ટાખોરો, કે જેઓ જામનગર જિલ્લામાં ચાલુ કારમાં મોબાઈલ ફોન મારફતે ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ચલાવી રહ્યા છે, અને તે કાર જામનગર નજીક બેડ ટોલનાકા પાસેથી પસાર થઈ રહી છે. પરિણામે બાતમીના આધારે ગઈકાલે રાત્રે બેડ ગામના પાટીયા પાસે એલસીબીની ટુકડીએ વોચ ગોઠવી હતી, જે વોચ દરમિયાન જીજે ૩૬ એ.એલ. ૯૯૭૪ નંબરની અર્ટીગા કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતાં તેને પોલીસે અટકાવી લીધી હતી, અને તેની તલાસી લીધી હતી.
જે તલાસી દરમિયાન કારમાં બેઠેલા ત્રણ શખ્સો પોતાના મોબાઈલ ફોન મારફતે ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ચલાવી રહેલા મળી આવ્યા હતા. આથી પોલીસે કાર તેમજ ૬ નંગ મોબાઈલ ફોન અને રૂપિયા ૧૧,૫૦૦ની રોકડ રકમ વગેરે સહિત રૂપિયા ૭,૩૨,૫૦૦ ની માલમતા કબજે કરી લીધી હતી. આ ઉપરાંત કારમાં બેઠેલા મોરબી પંથકના ત્રણ બુકીઓ અસલમ કાસમભાઇ પરમાર ઘાંચી, તોફીક હુસેનભાઇ પિલુડીયા પીંજારા અને સબીર અમિતભાઈ કાદરી ની અટકાયત કરી લેવામાં આવી છે, અને ત્રણેય સામે જુગાર ધારા ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસની વધુ તપાસ તપાસ દરમિયાન આઈપીએલની ચેન્નાઈ અને કલકત્તા વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો, અને જુદા જુદા જામનગર અને મોરબી પંથકના ૧૬ જેટલા પંટર સાથે ક્રિકેટના સોદાની કપાત કરવામાં આવતી હતી. જેથી એલસીબીની ટુકડીએ મોરબીના અને જામનગર પંથક ઉપરાંત અલગ કે જેઓને કોડ નંબર અથવા તો ઉપનામ અપાયા હતા. જેને ફરારી જાહેર કરવામાં આવ્યા છે. જેઓની મોબાઈલ નંબરના આધારે શોધખોળ ચલાવાઇ રહી છે.