Get The App

વડોદરા: ફતેગંજની ઓફીસમાંથી ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક પકડાયું, ઓફિસ સંચાલકની અટકાયત

Updated: Nov 10th, 2021

GS TEAM


Google News
Google News
વડોદરા: ફતેગંજની ઓફીસમાંથી ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક પકડાયું, ઓફિસ સંચાલકની અટકાયત 1 - image


વડોદરા, તા. 10 નવેમ્બર 2021 બુધવાર

ઓસ્ટ્રેલિયામાં ચાલતી વુમન ક્રિકેટ મેચ ઉપર ફતેગંજની ઓફિસમાં સટ્ટો રમાઈ રહ્યો હોવાની વિગતોને પગલે પોલીસે છાપો મારી ઓફિસ સંચાલકને ઝડપી પાડ્યો છે.

વુમન બિગ બેસ T-20 ની સિરીઝમાં એડિલેઈડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમતી મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાઈ રહ્યો હોવાની વિગતોને પગલે ફતેગંજ પોલીસ સ્ટેશનના પી.આઇ એસ.એ કરમુર અને ટીમે ગઇ સાંજે દરોડો પાડ્યો હતો.

ફતેગંજના ટાઇમ સ્ક્વેર બિલ્ડિંગમાં આવેલી જગદંબા ઈન્ક ની ઓફિસમાં પોલીસ પહોંચી ત્યારે એક સટોડિયો મેચ ઉપર સટ્ટા નું કામ કરી રહ્યો હતો. પોલીસે નિતીન નરેન્દ્ર અગ્રવાલ (ઇસ્કોન સાઈટ્સ, ગોત્રી રોડ) ની અટકાયત કરી તેની પાસે રોકડા રૂ.27500 તેમજ બે મોબાઇલ સહિતની મતા મળી કુલ રૂ 73 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બુકી ગુલ્લુ ને વોન્ટેડ જાહેર કર્યો છે.

Tags :