સુરત શહેરમાં સારોલીથી પસાર થતી ખાડી પુરાણ કરી પાલિકાના અનામત પ્લોટમાં ડાયવર્ટ કરવામાં આવી
Surat Corporation : સુરત શહેરમાંથી પસાર થતી ખાડીમાં સમયાંતરે આવતા સારા રોકવા માટે હાઈલેવલ કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીની રચના બાદ સિંચાઈ વિભાગની માલિકીની જગ્યામાંથી પાલિકાની મદદથી દબાણો દુર કરવામા આવી રહ્યું છે. આ કામગીરી બાદ અન્ય જય્યાએ ખાડીનું વહેણ અટકાવી પુરાણ કર્યું હોવાની ફરિયાદ બહાર આવી રહી છે. પુણા વિસ્તારના કોંગ્રેસના અગ્રણીઓએ સારોલી ખાડીમાં મૂળ વહેણ અટકાવવામાં આવ્યું છે અને તેનો નિકાલ પાલિકાના અનામત પ્લોટમાં થઈ રહ્યો છે તેવી ફરિયાદ કરી છે.
સુરતને ખાડી પૂરથી અટકાવવા બનેલી કમિટી માર્ગદર્શન હેઠળ સિંચાઈ વિભાગની માલિકીની જગ્યામાં સુરત પાલિકા દબાણ દુર કરી રહી છે. હાઈલેવલ કમિટીની બેઠક મળી હતી ત્યારે સિંચાઈ વિભાગની માલિકીની જગ્યામાં દબાણ હટાવવાની કામગીરીમાં સુરત પાલિકા મદદરૂપ થશે તે મુજબ પાલિકા હાલ દબાણ દુર કરી રહી છે. આ કામગીરી બાદ ખાડીમાં અન્ય જગ્યાએ પણ દબાણ છે તેવી ફરિયાદ બહાર આવી રહી છે.
સુરત પુણા વિસ્તારના કોંગ્રેસના અગ્રણી દિનેશ સાવલિયા અને સુરેશ સુહાગીયાએ સુડાના ડેવલપમેન્ટ પ્લાન 2035 નો ખાડી નકશા સાથે ખાડી પુર નિવારણ કમિટીના અધ્યક્ષ અને મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવ્યું છે કે, સારોલીના નોન ટીપી વિસ્તારમાં બ્લોક નં.122 થી 124 અને 125માંથી પસાર થતી ખાડી પસાર થાય છે. આ ખાડી સણીયા અને સારોલી ગામના પાણી નિકાલનો મૂળ સ્ત્રોત છે. પરંતુ આ ખાડી પુરાણ કરીને ડાયવર્ટ કરી દેવામાં આવી છે.
આ ખાડી ખાડી બ્લોક નં.124 અને 125 માંથી પસાર થતી હતી તેને સુરત મહાનગરપાલિકાના અનામત પ્લોટમાં ડાયવર્ટ કરી દીધી છે. પાલિકાના અનામત પ્લોટમાં ખાડી ડાયવર્ટ કરી દેતા પાલિકાને મોટું આર્થિક નુકસાન ભવિષ્યમાં થશે. અને ખાડીનું કુદરતી વહેણ અટકાવાયું હોવાથી ખાડીનું પાણી અવરોધાઈ રહ્યું છે જેના કારણે ભવિષ્યમાં ખાડી પુર આવવાની શક્યતા રહેલી છે. આ હકીકત સાથે તાત્કાલિક નં.122 થી 124 અને 125 ખાતેથી ખાડી મૂળ એટલે કે કુદરતી વહેણ મુજબ ખુલ્લી કરવા માંગણી કરવામાં આવી છે. જે જગ્યાએ દબાણ કરાયું છે તે જગ્યાની માલિકી સિંચાઈ વિભાગની છે અને ખાડી ડાઈવર્ટ પાલિકાના અનામત પ્લોટમાં કરી છે તેથી પાલિકા કમિશનર નેઅરજી કરી સમસ્યાનો હલ લાવવા માંગણી કરવામાં આવી છે.