Gujarat

સમા વિસ્તારમાં પુનઃ ઊભા થયેલા ઢોરવાડા પાલિકા તંત્રએ તોડી પાડ્યા

By GS Team
12 Dec 20231 min read
This article was originally published on 12 Dec 2023
સમા વિસ્તારમાં પુનઃ ઊભા થયેલા ઢોરવાડા પાલિકા તંત્રએ તોડી પાડ્યા

વડોદરા, તા. 12 ડિસેમ્બર 2023, મંગળવાર

વડોદરા શહેરના સમા વિસ્તારમાં કેનાલની પાસે પુન: ઢોરવાડો ઉભો થતા આજે પાલિકાએ અહીંના ચાર ઢોરવાડા તોડી પાડ્યા હતા. 

શહેરના સમા કેનાલ પાસે આવેલ રાંદલ માતાના મંદિર નજીક અગાઉ ઢોરવાડા ઉભા થયા હતા. જેને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ થોડા સમયમાં ગૌપાલકોએ આ ઢોરવાડા પુનઃ ઊભા કરી દીધા હતા. જેથી અહીંથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ હતી. સ્થાનિક રહીશોએ આ મામલે કેટલાક રાજકીય અગ્રણીઓને રજૂઆત કરી હતી. જે બાદ રાજકીય અગ્રણીની સૂચનાના આધારે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે આજે અહીં પૂન: ઉભા થયેલા ઢોરવાડા તોડી પાડ્યા હતા. આ સાથે ગૌપાલકોને અહી ફરીથી ઢોરવાડા ઉભા ન કરવાની તાકીદ પણ કરવામાં આવી હતી.