ઘાસચારો કાપવાના મશીનનો બોલ્ટ વાગતા ગૌ સેવકનું મોત
પેથાપુરના સુખડેશ્વર ગૌ-શાળામાં
તાત્કાલિક સારવાર માટે લઈ જવાય પરંતુ જીવ બચી શક્યો નહીં ઃ ગૌ-સેવકોમાં શોકનું મોજુ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક પેથાપુરમાં સુખડેશ્વર ગૌશાળામાં આજે સવારના સમયે ઘાસચારો કાપવાનું મશીન તૂટી પડયું હતું અને તેનો બોલ્ટ ગૌ સેવકને માથામાં વાગતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ ખસેડાયા હતા પરંતુ તેમનું મોત થયું હતું. જે અંગે પેથાપુર પોલીસે અકસ્માતે મોત દાખલ કર્યું છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
શહેરના પેથાપુરમાં સુખડેશ્વર ગૌ-શાળા આવેલી છે. ગાયો રાખીને તેમની સેવા ચાકરી
કરવામાં આવી રહી છે. ત્યારે આજે સોમવારે ગૌ-શાળામાં દુર્ઘટના બની હતી. ગૌ-શાળામાં
ગાયોને ઘાસચારો કાપવા માટે રાખવામાં આવેલું મશીન અચાનક ખરાબ થઈ ગયું હતું.
ત્યારબાદ જેમાં મશીન તુટી ગયુ હતુ. તે સમયે ગૌ શાળામાં સેવા આપતા ગૌ સેવક પ્રવિણસિંહ બાલુસિંહ વાઘેલા રહે, પ્રતાપનગર, મુળભાનો માઢ, પેથાપુરના
માથામાં બોલ્ટ વાગ્યો હતો. માથામાં બોલ્ટ વાગતા ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી તાત્કાલિક
તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, પરંતુ ઇજા ગંભીર હોવાના કારણે તેમનુ મોત થયુ હતુ. આ બનાવથી
પેથાપુરા અને ગૌ શાળામાં કામ કરતા લોકોમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ. જ્યારે આ
બાબતની જાણ પેથાપુર પોલીસ મથકને થતા ટીમ બનાવ સ્થળે પહોંચી ગઇ હતી અને અકસ્માતે
મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.